સાહેબ, કારમી મોંઘવારીમાં ગુજરાન કેવી રીતે ચલાવવું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પગાર વધારાના મુદ્દે ખેડા જિલ્લા છાત્રાલયના કર્મચારીઓનું કલેક્ટરને આવેદનપત્રખેડા જિલ્લાની સરકાર માન્ય છાત્રાલયના કર્મચારીઓનો પગાર વધારો નહીં થતાં રોષની લાગણી ભભૂકી ઊઠી છે. આ કર્મચારીઓએ સોમવારે બપોરે જિલ્લા કલેક્ટર એમ.વી. પારગીને આવેદનપત્ર આપીને પગાર વધારા અંગેની રજુઆત કરી હતી. ખેડા જિલ્લા છાત્રાલય કર્મચારી મહામંડળના પ્રમુખ દલસુખભાઇ રાઠોડે સોમવારે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત જિલ્લામાં ૧૦૦ જેટલાં સરકાર માન્ય ગ્રાન્ટેડ છાત્રાલય આવેલાં છે.આ છાત્રાલયોમાં વિવિધ મળીને ૪૫૦ કર્મચારીઓ ફરજ બજાવે છે. કારમી મોંઘવારીમાં માત્ર ગૃહપતિ, ગૃહમાતાને ફિકસ રૂ. ૨૫૦૦ તથા રસોયા અને ચોકીદારને ફિકસ ૧૨૦૦ પગાર ચૂકવવામાં આવે છે. આ નજીવા પગારમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. દરેક કર્મચારીઓનો મોંઘવારીના પ્રમાણમાં પગાર વધારો થાય છે. છાત્રાલયના કર્મચારીનો પગાર વધારો કરવામાં આવતો નથી. આ કર્મચારીઓને ચોવીસ કલાક છાત્રાલયમાં ફરજ બજાવવાની હોય છે, પરંતુ તે મુજબ મહેતાણું મળતું નથી.’