શોર્ટસર્કિટ થતાં મકાન ખાક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ નજીક આવેલા સાકરદા ગામે બનેલો બનાવ ૯૦ હજાર રૂપિયાની ચાંદી, ૩૦ હજાર રોકડા અને એક બાઇક સહિતનો સામાન બળી ગયો દાહોદ શહેર નજીક આવેલા સાકરદા ગામે શોર્ટસિર્કટને કારણે આગ લાગતાં આખુ ઘર બળીને ખાક થઇ ગયું હતું. ઘરમાં રોકડ, ચાંદી તેમજ એક મોટર સાઇકલ પણ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંંદાજ માંડવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ તાલુકાના સાકરદા ગામના નિશાળ ફિળયામાં રહેતાં વીજેશભાઇ ભગવાનભાઇ સોયડાના ઘરમાં રવિવારની સવારના ૯.૩૦ વાગ્યાના અરસામાં એકાએક શોર્ટસિર્કટ થયું હતું. તેના કારણે તેમના નિળયા વાળા ઘરમાં આગ ફાટી નીકળી હતી. પરિવારના લોકો ઘરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં. જોકે,આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘરમાં મુકેલા ૩૦ હજાર રૂપિયા રોકડા, ૯૦ હજાર રૂપિયાની ચાંદી, એક મોટર સાઇકલ તેમજ અન્ય ઘરવખરી મળીને આખું ઘર ખાક થઇ ગયું હતું. આ ઘટનાથી ગામમાં દોડધામ મચી ગઇ હતી. ગામ લોકોના પ્રયાસ છતાં આગ કાબૂમાં આવી ન હતી. ઘટના સ્થળે પહોંચેલા લાશ્કરોએ પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગની આ ઘટનાથી વીજેશભાઇના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. ટૂંકીવજુમાં પણ કડબ સળગી જતાં દોડધામ ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના વજી ફિળયામાં રહેતાં કાન્તીભાઇ છગનભાઇ ખરાડે પોતાના ઘર નજીક ખુલ્લામાં મુકી રાખેલી ડોડા સાથેની મકાઇની કડબમાં આગ ફાટી નીકળી હતી. આખી કડબ આગમાં ભસ્મીભૂત થઇ જતાં કાન્તીભાઇને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું. લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.