ગાંધીનગરઃ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પીએમ મોદીનું 6 ફૂટનું રેત શિલ્પ બનાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67માં જન્મદિવસે સ્વામિનારાયણધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘ગ્રીન ડે’ની ઉજવણી કરાઇ હતી. શાળાના ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓએ અને એક શિક્ષકે મળીને 6 ફૂટ બાઇ 4 ફૂટનું નરેન્દ્ર મોદીનું રેતીનું શિલ્પ બનાવાયુ હતું. આ શિલ્પને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતાં.
સ્કૂલના હરજેંદ્રસિંહ ગીલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રમોદીનો 67 જન્મ દિવસે શાળામાં ઉજવણી કરાઇ હતી. તેમને શુભેચ્છા પાઠવવા માટે રેત શિલ્પ, ડ્રોઇંગ અને અક્ષર લેખન સ્પર્ધા યોજાઇ હતી.કેમ્પસમાં 300 વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યારે કેજીના વિદ્યાર્થીઓ ગ્રીન ડેનું સેલિબ્રેશન કર્યુ હતું અને વૃક્ષારોપણ કર્યુ હતું.-

કોલેજના 4 હજાર વિદ્યાર્થીઓ એપ ડાઉનલોડ કરી મોદી સાથે જોડાયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67માં જન્મ દિવસે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતાં. જે અંતર્ગત સિટીમાં પણ યુવા ભાજપ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મ દિવસનું અનોખી રીતે સેલિબ્રેશન કરાયુ હતું. ગાંધીનગરની જુદી જુદી કોલેજમાં જઇને નરેન્દ્ર મોદીની એપ્લિકેશન અંગે માર્ગદર્શન અપાયુ હતું. યુવા ભાજપ મોરચો અને સૂર્યા ફાઊન્ડેશનનાં ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 4 ઠહજાર સ્ટુડન્ટ્સને નરેન્દ્ર મોદીની એપ્લિકેશનના માધ્યમથી બર્થ ડે વિશ કરવાની સાથે એપના લાભો અંગે વિદ્યાર્થીઓને જાણકારી અપાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...