સંતરામપુરના રાજમાતાનું સિંગાપુરમાં નિધન થતા શોક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રજા વાત્સલ્ય ધરાવતા રાજમાતાની અણધારી વિદાયથી પ્રજાની આંખો અશ્નુભીની

- શનિવારે તેઓની અંતિમ ક્રિયા

પદ્મશ્રી રાજમાતા સાહેબા ઓફ સંતરામપુર સ્ટેટનું સિંગાપુરમાં હૃ•દયરોગના હુમલાના કારણે નિધન થતા પંચમહાલ જિલ્લાની પ્રજામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. પ્રજા વાત્સલ્ય ધરાવતા રાજમાતાની અણધારી વિદાયથી પ્રજાની આંખો અશ્નુભિની બનીને તેઓના યોગદાનને યાદ કરી રહી છે.જયારે શનિવારે તેઓની અંતિમ ક્રિયા હાથ ધરાનાર છે.

સંતરામપુરના માજી ધારાસભ્ય અને રાજવી પરંજ્યદિત્યાસિંહજી પરમારના માતૃશ્રી રાજમાતા સાહેબા ઓફ સંતરામપુર દેવલોક પામ્યા છે. પદ્મશ્રી રાજમાતા ર્ગોધનકુંવરબા પરિવાર સાથે સિંગાપુરમાં પ્રવાસ ગાળી રહ્યા હતા.અચાનક ગત બુધવારની રાત્રિએ હૃ•દયરોગનો હુમલો થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન તેઓનું નિધન થતા રાજવી પરિવારમાં ગમગની છવાઇ જવાની સાથે પ્રજાજનોમાં દુ:ખની લાગણી વ્યાપી ગઇ છે. રાજઘરાનાનું ઘુંમર નૃત્યને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઇ જવાનો રાજમાતાના અનેરા પ્રયત્નોના ફળરૂપે તેઓને રાષ્ટ્રપતિ દ્વારા દેશના ગૌરવરૂપ પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૭પ વર્ષીય રાજમાતાના નિધન બાદ તેઓના મૃતદેહને આજે શુક્રવાર સુધીમાં હવાઇ માર્ગે સંતરામપુર લાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અને રાજમાતાની અંતિમયાત્રા તા.૧૨ જાન્યુઆરી શનિવારના રોજ બપોરના ૧ કલાકે લેકપેલેસ સંતરામપુરની નિકળશે. જેમાં દેશભરના તથા ગુજરાતના વિવિધ પ્રાંતોના રાજવી સભ્યો ખાસ ઉપસ્થિત રહેનાર છે.મોટી સંખ્યામાં નગરજનો જોડાનાર છે. અત્રે નોધનિય છે કે, સંતરામપુર નગર અને પ્રજા માટે હંમેશ પ્રેમ વત્સલ રાખતા હતા.તેઓને રાજઘરાના ઘુમર નૃત્યનો વિશેપ લગાવ હતો.તેઓ આ રાજવી કલા સંસ્ક ૃતિની સુવાસ કાયમી ટકે અને નવી પેઢીમાં તેની જીવંતતા રાખવા ભારે પ્રયત્નશીલ રહેતા હતા.

અત્યાર સુધીમાં અમેરિકા,જાપાન,ઇગ્લેન્ડ સહિ‌તના ૨૩ દેશમાં નૃત્યકાર્યક્રમ યોજી વિદેશીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે.આ રાજસ્થાની રિતરિવાજો અને શૈલીને જાળવવા માટે કલકત્તામાં મુખ્ય કાર્યાલય સ્થાપીને દેશભરમાં પોતાનો ફાળો પ્રદાન કર્યો છે.

કિસનગઢ સ્ટેટના રાજઘરાનાના દિકરી

રાજસ્થાનના મારબલ માટે પ્રખ્યાત કિસનગઢ સ્ટેટના રાજઘરાનાના તેઓ દિકરી હતા.તેઓને એક ભાઇ અને બહેન હતા. માતાનુ નામ પ્રતાપકુમારીબા અને પિતાનુ નામ મહારાણા યજ્ઞનારાયણસિંહજીના દિકરી એવા રાજમાતા ર્ગોધનકુંવરબાનુ લગ્ન ૧૯પ૭માં સંતરામપુરના મહારાજા કુષ્ણકુમારસિંહજી સાથે ધામધૂમપૂર્વક યોજાયા હતા. તેમને સંતાનમાં એક માત્ર રાજવી પરંજ્યદિત્યાસિંહજી છે.

વેપારીઓ બંધ પાળીને અંજલિ અર્પશે

રાજવી સભ્ય હોવા છતાં વર્ષોથી રાજમાતાનો પ્રેમ પ્રજા સાથે સંકળાયેલ રહ્યો હતો.અચાનક તેઓના નિધનથી પ્રજાની આંખો અશ્નુભિની બની ગઇ છે. નગરના તમામ વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ પાળીને તેઓની અંતિમ યાત્રામાં જોડાશે.