આરટીઓ કાયદાના ભંગ બદલ સૌથી વધુ રિક્ષાચાલકો દંડાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયદાના ભંગ બદલ ડીટેઇન થયેલાં ૨૬૬ વાહનો પૈકી ૧૧૦ રિક્ષા આરટીઓના કાયદાનો ભંગ કરનારા વાહનચાલકોમાં સૌથી વધુ રિક્ષા ડ્રાઇવરો વધુને વધુ પંકાઇ રહ્યાં છે. મે માસમાં ટ્રાફિક નિયમનના ભંગ બદલ કુલ ૨૬૬ વાહનો ડીટેઇન થયાં હતાં. જેમાં સૌથી વધુ ૧૧૦ રિક્ષા હતી. તે પૈકી સૌથી વધુ રિક્ષા કલોલ શહેર અને તાલુકા પોલીસ મથકમાં ડીટેઇન થઇ હતી. ગાંધીનગર આરટીઓમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મે-૨૦૧૨ના એક મહિ‌ના દરમિયાન રાજ્યના જુદા જુદા શહેરના પોલીસમથકોમાં ગાંધીનગર આર. ટી. ઓ.માં નોંધાયેલા હોય તેવા કુલ ૨૬૬ વાહનો ટ્રાફિકના કાયદાનો ભંગ કરવા બદલ ડીટેઇન થયાં હતાં. તેના દંડ પેટે ગાંધીનગર ખાતેની આર. ટી. ઓ. કચેરીને માત્ર મે મહિ‌નામાં રૂ. ૨,૬૩,૯પ૧ની આવક થવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર આર.ટી. ઓ.માં રજિસ્ટર થયા હોય તેવા જિલ્લાભરનાં વાહનો પૈકી ૨૬૬ વાહનો આર. ટી. ઓ.ના કાયદાના ભંગ બદલ વિવિધ પોલીસમથકમાં પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતાં. તે તમામ વાહનોના ચાલકોને પોલીસે પકડાવેલા મેમોના આધારે ગાંધીનગર આર. ટી. ઓ.માં દંડ ભરવા જવું પડે છે. મેમોમાં દર્શાવેલા કાયદાની કલમના આધારે દંડની રકમ ભર્યાની રસીદ આપવામાં આવે છે. જે રસીદ વાહન ડીટેઇન થયું હોય તે પોલીસ મથકમાં રજૂ કરવી પડે છે. તે પછી જપ્ત કરાયેલું વાહન તેનો ચાલક છોડાવી શકે છે. આમ ગાંધીનગર આર. ટી. ઓ. કચેરીને મે માસમાં કાયદાનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી રૂ.૨.૬૩ લાખની આવક થવા પામી હતી. કાયદાનો ભંગ કરનારા વાહનચાલકોમાં સૌથી વધુ કલોલ પંથકના રિક્ષા ડ્રાઇવરો બેફામ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા છે. ગત માર્ચ માસમાં સૌથી વધુ ૭૭ રિક્ષાચાલકો દંડાયા હતાં. તેમાં પણ કલોલની રિક્ષાઓની સંખ્યા વધારે જોવા મળી હતી. જ્યારે એપ્રિલમાં કુલ ૧૮૪ વાહનો ઝડપાયાં હતાં.તેમાં પણ ૯૧ રિક્ષાનો સામાવેશ થતો હતો અને તે તમામ વાહનચાલકો પાસેથી એપ્રલ માસમાં રૂ. ૧,૮૪,૯૩પનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.