રેવન્યુ તલાટીનાં પદ પર લટકતી તલવાર

રેવન્યુ તલાટીની કેડર નાબુદ કરવા અંગે ટુંકસમયમાં નિર્ણય લેવાશેનો જિલ્લા તલાટી એસોસીએશનનો દાવો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Feb 06, 2012, 12:20 AM
Revenue talati of position sword
રેવન્યુ તલાટીની કેડર નાબુદ કરવા અંગે ટુંકસમયમાં નિર્ણય લેવાશેનો જિલ્લા તલાટી એસોસીએશનનો દાવો આણંદ જિલ્લા સહિત રાજ્યભરમાં દોઢ વર્ષ પહેલાં રેવન્યુ તલાટીની નિમણૂંકને લઈ તલાટી કમ મંત્રીઓએ વિરોધ કર્યો હતો. આ વિરોધના ભાગરૂપે ચારેક મહિના પહેલાં રેવન્યુ કામગીરીનો તલાટીઓએ બહિષ્કાર કરી સામાન્ય ખેડૂતોને પણ બાનમાં લીધા હતા. આખરે રાજ્ય સરકાર સાથે થયેલા સમાધાનના ભાગરૂપે સરકારે રેવન્યુ તલાટીની કેડર નાબુદ કરવાની ખાતરી આપી હોવાનો દાવો જિલ્લાના તલાટી કમ મંત્રીનાં એસોસીએશનના પ્રમુખે કર્યો હતો. આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિએશનના પ્રમુખ એમ.આર. ઝાલાએ જણાવ્યું હતું કે ‘દોઢ વર્ષ પહેલાં રાજ્યનાં મહેસુલ વિભાગ દ્વારા ખાસ રેવન્યુ તલાટીની કેડર ઉભી કરવામાં આવી હતી. દસ ગામ દીઠ એક રેવન્યુ તલાટીની નિમણૂંકના ભાગરૂપે ૧૮૦૦ જેટલા કર્મચારીની ભરતી કરી હતી. જો કે, આ દોઢ વર્ષના ગાળામાં આણંદ જિલ્લામાં મોટાભાગના તાલુકામાં રેવન્યુ તલાટી માત્ર સેવક અને કોમ્પ્યુટર ઓપરેટર જ બની ગયાં હતાં. તેમને ગામડાંઓમાં નિમણૂંક આપવામાં આવી ન હતી. આણંદ જિલ્લામાં ૩૫ જેટલા રેવન્યુ તલાટીઓને કલેક્ટર હસ્તક મુકવામાં આવ્યાં હતા અને જેઓને મામલતદાર કચેરી ખાતે કામગીરી સોંપી હતી. પરંતુ આણંદ ગ્રામ્ય મામલતદાર સહિતના તાલુકામાં આ રેવન્યુ તલાટીઓને ઈ-ધરાની કામગીરી સોંપી દીધી હતી. જોકે, આ નિમણૂંક સંદર્ભે રાજ્ય મહામંડળ દ્વારા તાજેતરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને તા.૨૩મી નવેમ્બર ૨૦૧૧થી રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. ચાર માસથી ચાલતી આ લડતમાં ગયા સપ્તાહે રાજ્યકક્ષાએ તલાટી કમ મંત્રી એસોસીએશનની એક બેઠક મળી હતી. જેમાં સરકારી રેવન્યુ તલાટીની કેડર જ નાબુદ કરવાની ખાતરી આપતાં આ આંદોલન હવે સમેટાઈ ગયું છે અને અગાઉ મુજબ જ ૭-૧૨, ૮-અ, હક્કપત્રક સહિતની કામગીરી તલાટી કમ મંત્રી બજાવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પરપિત્ર આગામી સપ્તાહમાં બહાર પડશે. આ અંગે રવિવારના રોજ સુણાવ ખાતે આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની એક બેઠક પણ યોજવામાં આવી હતી અને જિલ્લાના તમામ તલાટીઓએ રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવા જણાવવામાં આવ્યું હતું.’ આ લડતનો અંત આવતા હવે ખેડૂતોને ઝડપથી દસ્તાવેજો મળતાં થશે. રેવન્યુ તલાટીને ક્યાં સમાવાશે ? ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રી જિલ્લા પંચાયત હસ્તક હોવા છતાં રેવન્યુ કામગીરી તેમને બજાવવી પડતી હોય છે. કેટલાક કિસ્સામાં મામલતદારને તલાટી સામે પગલાં ભરવા હોય તો જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવી પડે છે અને આ લાંબી વિધિમાં ઘણી વખતે તલાટી સજામાંથી છટકી જાય છે. આવા કેટલાક કારણોસર મહેસુલ વિભાગે ખાસ રેવન્યુ તલાટીની કેડર ઉભી કરી ટુંક સમયમાં ૧૮૦૦ જેટલા તલાટીની ભરતી કરી તેમને કલેક્ટર હસ્તક મુકવામાં આવ્યાં હતાં. જો કે, હવે આ કેડર નાબુદ થાય તો આણંદ જિલ્લાના ૩૫ સહિત રાજ્યભરના તલાટીઓને રેવન્યુ વિભાગમાં મુકવા કે જિલ્લા પંચાયત હસ્તક તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

X
Revenue talati of position sword
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App