રિયલ એન્કાઉન્ટર: નરેન્દ્ર મોદી vs કેશુભાઈ પટેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટો સવાલ : ગુજરાતમાં નર્મદા યોજના રાજ્ય સરકારે વિસ્તારી છે એવો જશ લેતી રાજ્ય સરકારના દાવા ખરેખર કેટલા સાચા છે?નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત, ભાજપરૂપિયા ૧૦ હજાર કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રના બધા જળસિંચન ડેમો ભરવાનું ભગીરથ નર્મદા અવતરણ અભિયાન જાહેર કરું છું. જેમાં સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૧૧પ જળસિંચાઇ ડેમ નર્મદા કેનાલ કુલ ૧૧૧પ કિમી. લાંબી ચાર લિન્કનું નિર્માણ કરીને ગ્રેવિટીથી ભરાશે.કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી-ભાજપ, અધ્યક્ષ-જીપીપીતમે ૨૦૦૭ની ચૂંટણીમાં બૂમો પાડીને કહ્યું હતું કે ગુજરાતને ટેન્કર ફ્રી બનાવી દઇશું. ૨૦૦૮ના ટાઇમ ટેબલ મુજબ જો નર્મદા કેનાલ પૂરી કરી હોત તો આજે ખેડૂતોની આ હાલત ન હોત, નર્મદામાંથી ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે ૮પ હજાર કિમી. લાંબી કેનાલ નેટવર્કને પૂર્ણ કરવું જરૂરી હતું. પરંતુ માત્ર ૧૯ હજાર કિમીની લંબાઇનું કેનાલનું કામ જ થયું છે.કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગગુજરાત રાજ્યમાં કુટીર ઉદ્યોગના વિકાસની જવાબદારી રાજ્ય સરકારે કમિશનર કુટીર અને ગ્રામદ્યોગો ગુજરાત રાજ્ય પર મૂકી છે. જિલ્લા કક્ષાએ ૧૯૭૮થી જિલ્લા ઉદ્યોગકેન્દ્રોની સ્થાપના થતાં જિલ્લા કક્ષાએ કુટીર ઉદ્યોગના વિકાસ માટે માળખું વધુ સુદૃઢ થયું છે. કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ ગ્રામ વિસ્તારમાં અને ખાસ કરીને નબળા વર્ગના લોકોને રોજગારીની તકો ઊભી કરવામાં અને વધારવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. તદ્અનુસાર કુટીર ઉદ્યોગ ખાતા તરફથી આવશ્યક જરૂરિયાતના ધોરણે તાલીમ, વ્યક્તિગત કારીગરોને ધિરાણ તથા ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાયની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.ઈસ્યુ કેવી રીતે ઊંચકવો તે અમારા નેતાનું કામ નહીંસુરેન્દ્રનગરના થાનમાં ત્રણ દલિત યુવકોનું પોલીસ ફાયરિંગમાં મોત નિપજ્યું. રાજ્યના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા. કોંગ્રેસ અને ભાજપ અને જીપીપી ત્રણ મુખ્ય પક્ષના લોકો આ ઇસ્યુને કેવી રીતે લેવો તેની અવઢવમાં રહ્યા. ત્રણ દલિત યુવકોના મોતથી દલિતો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે અમદાવાદ શહેરના કોંગ્રેસ કાર્યાલય પર ચાલી રહેલી ચર્ચાનો પણ મુદ્દો બની હતી. ભાજપના બે મિનિસ્ટરોએ આ વિસ્તારના આગેવાનોને યેનકેન પ્રકારે મનાવી લીધા હતા. એક કોંગ્રેસી કાર્યકરે કહ્યું કે ચૂંટણી માથા પર છે અને આપણા નેતાઓ શું કરે છે ? બીજા કાર્યકરે કહ્યું હતું કે ભૈ એ આપણા નેતાનું કામ નહીં.