ઠાસરા ને વિરપુરમાં પાછોતરો વરસાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં શનિવારે બપોરે એક સપ્તાહ બાદ મેઘરાજાનું પુન: આગમન થયું હતું. જેમાં ઠાસરા તાલુકામાં ૧૨ મી.મી. અને વીરપુરમાં ૨ મી.મી. વરસાદ પડયો હતો. જેના કારણે આ તાલુકામાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ હતી. જ્યારે જિલ્લાના અન્ય તાલુકા કોરા ધાકડ રહ્યા હતા. પ્રાપ્ત માહિ‌તી અનુસાર ખેડા જિલ્લામાં એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ શનિવારે બપોરે એકાએક ઠાસરા અને વીરપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર ૩:૧પ કલાકે ઠાસરા તાલુકા અને વીરપુર તાલુકામાં છુટાછવાયા વરસાદના ઝાપટા પડયા હતા. જેમા ઠાસરા તાલુકામાં અડધો કલાકમાં ૧૨ મી.મી. વરસાદ અને વીરપુર તાલુકામાં બે મી.મી. વરસાદ પડયો હતો. જિલ્લામાં અન્ય વિસ્તાર વરસાદથી વંચિત રહ્યાં હતાં.