• Gujarati News
  • Quarreled With Her ​​husband Suside Wife In Dahod

દાહોદમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ખાધો ગળાફાંસો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોકરાએ આઇસક્રીમ નીચે પાડી દેતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં છોકરાએ આઇસ્ક્રીમ પડી જવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે ચકમક ઝરી હતી. આ બાબતનું માઠું લગાડીને પત્નીએ ઘર બંધ કરીને પંખા ઉપર ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લેતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં ચંદન તલાવડી પાસે રહેતાં રીઝ વાન ચાંદમહોમ્મદ શેખના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ઝરીના બહેન સાથે થયા હતાં. સુખે ચાલતાં દાંપત્ય જીવનના ભાગ રૂપે તેમને બે વર્ષનો ફરાન નામક એક દીકરો પણ હતો. શનિવારે રીઝવાનભાઇ આઇસ્ક્રીમ લઇને ઘરે ગયા હતાં. ત્યારે નાના ભૂલકાં ફરાને રમત-રમતમાં આ આઇસ્ક્રીમ નીચે પાડી દીધો હતો. રીઝવાનભાઇએ આ મુદ્દે ઝરીના બહેનને ઠપકો આપતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનું માઠું લગાડીને ઝરીના બહેને ઘરમાં કોઇ ન હોવાનો લાભ લઇને છત ઉપર પંખાને ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઇને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. રાત્રે પોણા દસ વાગ્યે રીઝવાનભાઇ ઘરે આવતાં ઝરીના બહેને ફાંસો ખાઇ લીધો હોવાની જાણ થતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. ઝરીના બહેનને માંચડેથી ઉતારી દવાખાને લઇ જવાઇ હતી પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઇમરાન ભાઇ શેખની જાહેરાતના આધારે શહેર પોલીસે એફએસએલ દ્વારા તપાસ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.