અનાજ અને તેલીબિયાંના ભાવમાં ભડકો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનાજ તેમજ તેલીબિયાંમાં ક્વીન્ટલે ૧૫૦થી માડી ૧૧૦૦રૂ સુધી ભાવમાં વધારો મોંધવારીમાં આ વધારો ગૃહિણિઓ તેમજ ગરીબો માટે અસહ્ય થઇ પડશે રાજ્યના અગ્ર હરોળના અનાજ માર્કેટમાં જ ઘટાડો થતાં વેપારીઓ ચિંતિત પાછલા કેટલાંક દિવસોથી રાજ્યમાં વરસાદ ખેચાયો છે તેની સીધી અસર અનાજ તેમજ તેલીબીયાના ઉપર પડી છે.વરસાદ લંબાતા આવકમાં ઘટાડો થતા દાહોદના અનાજ માર્કેટમાં અનાજ અને તેલીબીયામાં કવીંટલે ૧૫૦થી માંડી૧૧૦૦રૂનો જેટલો અધધ..વધારો થયો છે. આ ભાવ વધારો ગ્રુહિણિઓ તેમજ ગરીબો માટે અસહ્ય થઇ પડશે તે ચોક્કસ વાત છે. દાહોદ જીલ્લામાં ત્રણ રાજ્યોની સરહદ પડતી હોવાથી અહિયા સારી માત્રામાં ધંધા રોજગાર રહે છે. સાથે શહેરમાં રાજ્યની અગ્ર હરોળની અનાજ માર્કેટ હોવાથી જીલ્લા સહિત પાડોશી રાજ્યના ખેડુતો સહ વેપારીઓ અહિયાથી વિવિધ અનાજ તેમજ તેલીબીયાની લે વેચ કરે છે. પાછલા કેટલાંક દિવસોથી રાજ્યમાં વરસાદ લંબાતા તેની સીધી અશર માર્કેટમાં વેચાતા અનાજ ઉપર પડી હોવાનુ જોવા મળી રહ્યુ છે.વરસાદ લંબાતા વિવિધ અનાજ તેમજ તેલીબીયાની આવકમાં ઘટાડો થયો છે.તેના કારણે વિવિધ અનાજ તેમજ તેલીબીયાના ભાવમાં તોતીંગ વધારો થયો છે. દશ દિવસ અગાઉ ઘઉ ૧૨૨૫ રૂ ક્વીન્ટલ વેચાતા હતા તે હાલમાં ૧૪૨૫ રૂ વેચાઇ રહ્યા છે.આ સહિતના ચણા,અડદ,બાજરી,મકાઇ મગતેમજ તેલીબીયામાં સોયાબીન અને તલ્લીમાં ક્વીન્ટલે ૧૫૦થી માંડી ૧૧૦૦રૂનો વધારો થયો હોવાની માહિતિ માર્કેટમાંથી મળી છે.આ ભાવ વધારાના કારણે ગ્રુહિણીના બજેટ ખોરવાશે તો ગરીબોને તો જીવવુ મુસ્કેલ બનશે તે ચોક્કસ વાત છે.કારણ કે માંડ માંડ ગ્રુહિણીઓ પોતાનુ માસિક બજેટ સાચવીને ચલાવે છે તેમાં આ ભાવ વધારો તેમના બજેટ પણ ખોરવી નાખશે. વેળાસર વરસાદ વરશે તો ભાવ ઘટશે. : વેપારી દાહોદ અનાજ માર્કેટમાં અનાજ અને તેલીબીયાના ભાવમાં વધારા બાબતે વેપારી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે વરસાદ લંબાયો તેના કારણે ભાવમાં વધારો થયો છે.વરસાદ વેળા સર વરસે તોજ ભાવમાં ઘટાડો થશે.સારો વરસાદ વરસે તેવી આશા રાખીયે છીયે તેમ જણાવ્યુ હતુ.