વિશ્વામિત્રીનાં પૂરે વડોદરાને ઘમરોળ્યું: પાણીમાં ગરક વિસ્તારોની તસવીરી ઝલક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વિશ્વામિત્રીનું રૌદ્ર રૂપ જોવા લોકોનાં ટોળાં ઉમટયાં)
- વિશ્વામિત્રીના પૂરે શહેરને ઘમરોળ્યું
- જળપ્રકોપને પગલે શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા
આજવા સરોવર છલકાતાં તેમજ પ્રતાપપુરા તળાવનું પાણી આવતાં શહેર મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. વિશ્વામિત્રીમાં પૂર આવતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં તો ક્યાંક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. અનેક લોકો પૂરના પાણી જોવા નીકળતાં અનેક માર્ગો પર ચક્કાજામની સ્થિતિ પણ સર્જા‍ઈ હતી.
વિશ્વામિત્રીનું રૌદ્ર રૂપ જોવા લોકોનાં ટોળાં ઉમટયાં
આજવા સરોવર છલકાતાં તેમજ ભારે વરસાદને પગલે શહેર મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ હતી. જેને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે આ સ્થિતિ વચ્ચે પણ લોકો પૂર નિહાળવા નીકળ્યા હતા.
આગળ તસવીરો સાથે વાંચ વડોદરાનાં અન્ય વિસ્તારોની સ્થિતી...