ઘર પાસેથી પસાર થવા બાબતે હુમલો: બેને ગંભીર ઈજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શિખોડ તલાવડી પાસે શુક્રવારે ઘરની બાજુમાં થઇને નીકળવાની બાબતે ત્રણ જણાએ હુમલો કરી બે જણને ઇજા પહોંચાડી હતી. આણંદમાં શિખોડ તલાવડી પાસે રહેતા રવિભાઇ કાંતીભાઇ મારવાડીએ પડોશમાં રહેતા અજયભાઇ હસમુખભાઇ મારવાડીને 'તમે આ રસ્તેથી કેમ નીકળ્યાં’ તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં રવિભાઇ અને બીજા બે જણાએ હુમલો કરી આકાશને બરડામાં તેમજ માથામાં હોકી મારી તેમજ ધીરજને લાકડી મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે અજયભાઇ મારવાડીની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે રવિ મારવાડી, સંજય મારવાડી અને સાગર મારવાડી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.