તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસામાં આઉટ સોર્સીંગ કર્મીઓ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસાઃ વિધાનસભામાં બજેટ સત્ર તથા આગામી દિવસોમાં યોજાનાર ચુંટણી પુર્વે વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ પોતાની માંગો ઉઠાવી રહ્યા છે. ત્યારે માણસા તાલુકાની વિવિધ સરકારી કચેરીમાં આઉટસોર્સીંગથી કામ કરતા કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન તથા નોકરીની સુરક્ષાની માંગણી સાથે માણસા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ધારાસભ્ય દ્વારા આ માંગણીઓ સરકાર સુધી પહોચાડવાની બાંહેધરી આપવામાં આવી હતી.

સરકાર દ્વારા પ્રજાકિય કામો માટે કચેરીઓમાં કર્મચારીઓની કાયમી ઘટ પુરવાનાં બદલે ખાનગી એજન્સીઓ માફરતા 11 માસનાં કરાર આધારીત કર્મચારીઓ મુકવામાં આવી રહ્યા છે.ત્યાર માણસા તાલુકા પંચાયતનાં વિવિધ વિભાગોમાં પણ આઉટસોર્સીંગથી કામ કરતા કર્મચારીઓની સંખ્યા મોટી છે. આ કર્મચારીઓ સમાન કામ સમાન વેતન તથા નોકરીની સુરક્ષાનાં મુદ્દે તા 15મીથી હડતાલ પર ગયા છે.
આ કર્મચારીઓ દ્વારા સરકારમાં પણ આ મુદ્દે જુદી જુદી કક્ષાએ રજુઆત કરી છે.

આવેદનપત્ર આપવામાં આવ્યું
જયારે શનિવારે બપોરે માણસાનાં આ કર્મચારીઓ દ્વારા માણસાનાં સ્થાનિક ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીને મળીને તેઓની સમસ્યાઓ તથા માંગણીથી વાકેફ કરીને તેમની માંગણીઓ સરકાર સુધી પહોચાડવા આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ધારાસભ્યએ આવેદનપત્ર સ્વીકારીને માંગણીઓ સરકાર સુધી પહોચડવાની ખાતરી આપી હતી.  ધારાસભ્ય અમિતભાઇએ આવેદનપત્રનાં આધારે પંચાયત ગ્રામગૃહ નિર્માણ મંત્રી અને ગ્રામ વિકાસનાં મંત્રી જયંતીભાઇ કવાડીયા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કર્મચારીઓની આ માંગણીઓ મુદ્દે પત્ર લખ્યો હતો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો