સંજેલી તાલુકો નવો બનવાની આશા ઠગારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજેલીને અલગ તાલુકો બનાવવાની કાર્યવાહી ગત વર્ષે મોટા ઉપાડે શરૂ કરાઇ હતી. ઝાલોદનું વિભાજન ઉપરાંત લીમખેડા તાલુકાના કેટલાક ગોમોનો સમાવેશ કરી સંજેલીને અલગ તાલુકો કરવાનો હતો. તેવા સમયે રાજ્યના મુખ્ય મંત્રીએ હાલમાં નવા જીલ્લા અને તાલુકા બનાવવાની જાહેરાતો કરતાં તેમની દાહોદ યાત્રા વખતે સંજેલીની જાહેરાત કરાશે તેવી અટકળો વહેતી થઇ હતી પરંતુ લોકોની આશા ઠગારી નીવડી હતી. દાહોદ જીલ્લો ૨ ઓક્ટોબર, ૧૯૯૭ ના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો. તે પહેલાં દાહોદનો વિસ્તાર પંચમહાલમાં સમાવષ્ટિ હતો. જે વખતે દાહોદ નવો જીલ્લો બનાવાયો ત્યારે કડાણા અને સંતરામપુર તાલુકાનો સમાવેશ પણ દાહોદમાં જ કરાતાં તે વખતે જિલ્લામાં ૯ તાલુકા હતા પરંતુ પાછળથી રાજકીય સોગઠાંબાજી ગોઠવાઇ જતાં સંતરામપુર અને કડાણાં તાવુકા પંચમહાલને ફરીથી સોંપી દેવામાં આવ્યા હતા. આમ દાહોદ જીલ્લાને જે તે વખતે પણ અન્યાય કરાયો હતો. બીજી તરફ થોડા સમય જીલ્લાના સૌથી મોટા તાલુકાના પ૦ થી વધુ ગામડા તેમજ લીમખેડા તાલુકાના ૧૪ જેટલા ગામો ભેળવીને સંજેલી તાલુકો અલગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તાલુકો અલગ બને તે માટે વહીવટી રીતે દરખાસ્ત પણ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી આખીયે વાર્તા છાપરા પર ચઢાવી દેવામાં આવી હતી. ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હાલમાં સ્વામી વિવેકાનંદ યુવા પરિષદના સંમેલનો અને તેની યાત્રાના ઝંઝાવાતી કાર્યક્રમમાં આખા રાજ્યનો પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન જ તેમણે અત્યાર સુધીમાં સાત નવા તાલુકા અને ચાર નવા જિલ્લાની જાહેરાત કરતાં હવે રાજ્યમાં ૩૦ જિલ્લા અને ૨૩૨ તાલુકા થયા છે. ત્યારે સંજ્ેલી તાલુકાની ઇચ્છા પણ મુખ્ય મંત્રી પૂરી કરશે તેવી આશાનું કિરણ ફુટયુ હતુ પરંતુ તા. ૨૨મીએ દાહોદમાં આવેલા મોદીએ આવી કોઇ જ જાહેરાત ન કરતાં આશા ઠગારી નિવડી હતી.