ટૂંકમાં નવી જમીન સંપાદન-ગૌચર નીતિ જાહેર કરવામાં આવશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારની હાલની જમીન સંપાદન કરવાની નીતિ અને ઔદ્યોગિક વિકાસ માટે ગૌચરની જમીનો વેચી દેવાના મુદ્દે સરકાર ઉપર ભારે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી આ અંગે રજૂઆતો કરી લોકાયુક્ત મારફતે એની તપાસ થાય તેવી માંગણી કરાઈ છે. સુપ્રીમ ર્કોટે હવેથી ગૌચર ઉદ્યોગોને વેચી નહીં શકાય એવા સંદર્ભનો ચુકાદો આપતાં ઉદ્યોગો માટે સરકાર ગૌચર વેચી કે આપી શકતી નથી.પરિણામ સ્વરૂપ રાજ્ય સરકારે 'નવી જમીન સંપાદન નીતિ અને નવી ગૌચર જમીનના ઉપયોગની નીતિ’ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. આ નીતિ અગાઉ મહેસૂલ વિભાગે સુપ્રીમ ર્કોટના ગૌચરની જમીન અંગે આપેલા ચુકાદા બાબતે સરકારે રાજ્યના કાયદા વિભાગનો અભિપ્રાય પણ મેળવ્યો છે. હવે વિભાગે આ બંને સૂચિત નીતિઓને આખરી ઓપ આપીને આખરી મંજૂરી માટે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રવાના કરી છે.આગામી દિવસોમાં રાજ્ય માટે અત્યંત મહત્ત્વની આ બંને નીતિઓની સત્તાવાર જાહેરાત કરાવાની શક્યતા છે. માત્ર ૯ લાખ હેકટર ગૌચર બચ્યું છે હાલના નિયમ પ્રમાણે ૧૦૦ પશુ દીઠ ૮ હેકટર જેટલી ગૌચરની જમીન આવશ્યક છે.અગાઉ ગુજરાતમાં ૩૨ લાખ હેકટર ગૌચર હતું પણ હવે માત્ર ૯ લાખ હેકટર જેટલું જ ગૌચર બચ્યું છે. નવી ગૌચર નીતિમાં શું હશે? સરકાર માટે જરૂરી હોય તેવા રોડ-રસ્તા,કેનાલો, કૂવા, સહિ‌તનાં કામો માટે ગૌચરની જમીનને સંપાદિત કરી શકે કે કેમ તે બાબતે કાયદા વિભાગનો અભિપ્રાય મેળવાયો છે.જેનો સમાવેશ નવી નીતિમાં કરાશે. રાજ્યમાં ઉદ્યોગો માટે જેટલું ગૌચર વેચાય તેટલા કે તેનાથી વધુ પ્રમાણમાં નવું ગૌચર વિકસાવવાની પણ સરકારે તૈયારી દર્શાવી છે. નવી સંપાદન નીતિમાં શું હશે ? ખેતીની જમીન સંપાદિત કરાય તો, ખેડૂતને જમીનના બદલામાં સંપૂર્ણ જમીન,અમુક જમીન અને અમુક જમીન માટે જંત્રીના ભાવ મુજબ રોકડ વળતર અપાશે. જમીન ગુમાવનાર ખેડૂતના કુટુંબમાંથી એક જણને નોકરી,બેકારી વળતર અને તે જમીનનો કોમર્શિ‌યલ ઉપયોગ થાય તો,વિકસિત પ્રોજેક્ટમાં અમુક ટકા ભાગ આપી શકાય. જમીન ગુમાવનાર ખેડૂત ખેડૂત તરીકે ચાલુ રહેશે તેવું પ્રમાણપત્ર આપી શકાશે. જેની વાર્ષિ‌ક આવક રૂ.૧૮૦૦ જેટલી હોય તેની જમીન સંપાદિત ન કરી શકાય તેવી હાલની જોગવાઈ દૂર કરાશે.