માસ CL: ક્યાંક બંધ, ક્યાંક અંશત:

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં કાર્યક્રમનો ફિયાસ્કો,કર્મચારીઓ ફરજ ઉપર હાજર જોકે ૯૭૪૦ પ્રાથમિક શિક્ષકોનું સજજડ સમર્થન દાહોદ જિલ્લામાં ૮ હજાર જેટલા કર્મીઓ કામગીરીથી અળગા રહ્યા કર્મચારીઓનાં ૧૨ જેટલા પડતર પ્રશ્નોના માંગણી સંદર્ભે સરકાર સામે લડત આદરી ગુરુવારે માસ સીએલ જાહેર કરાઇ હતી. જેમાં પંચમહાલ જિલ્લાની ગોધરા સહિ‌તની કચેરી કાર્યરત રાખીને તેઓએ ફરજ બવાવતાં કાર્યક્રમનો ફિયાસ્કો સાંપડયો હતો. જ્યારે ૯૭૪૦ પ્રાથમિક શિક્ષકોએ સજજડ સમર્થન આપ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લામાં કુલ ૮ હજાર જેટલા કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.જેના કારણે કેટલાંય લોકો અટવાયા હતા. ગુજરાતના કર્મચારી મહામંડળે ૧૨ જેટલા મુદ્દે ગુરવારે રાજયવ્યાપી માસ સીએલનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.જેને અનુલક્ષીને આવા કાર્યક્રમ સામે પગલાં ભરવાની ચિમકી ઉચ્ચારી હતી.જ્યારે પંચમહાલ જિલ્લા સંકલન સમિતીના કન્વીનરે ડીડીઓ તથા કલેકટરને અહેવાલ રજૂ કરતાં જણાવ્યુ હતુ કે પંચાયત કર્મી સિવાયના વિવિધ મંડળના સંકલન થયેલ ન હોઇ રાજ્ય મહામંડળનો આદેશ મળે છે તે સ્વચ્છાએ જોડાઇ શકે. આવા દ્વિધાભર્યા નિર્ણયના કારણે વડી કચેરી ધરાવતાં ગોધરા સહિ‌ત વિવિધ તાલુકા મથકોએ સવારથી જ કર્મીઓમાં અવઢવ વ્યાપી વિવિધ મંડળોમાં બે ફાટ પડી ગયા હોવાનું જોવા મળ્યું હતું. જેમાં આરોગ્ય, હિ‌સાબી, આંકડા, ટેક્નીકલ,ના.મામલતદાર,કારકૂન સહિ‌તના મંડળોએ ફરજ બજાવવાનુ મુનાસિબ માની દિનભર કામકાજ હાથ ધર્યુ હતુ. જ્યારે ૧૧૬૯૦ સાથે સૌથી વધુ સંખ્યાબળ ધરાવતાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવભાઇ પટેલ,મહામંત્રી રાઠોડ ધુપેન્દ્રસિંહના આદેશને ઉત્સાહભેર વધાવી લઇને તમામ શિક્ષકોએ સજ્જડ સમર્થન આપી માંગણીને દોહરાવી હતી.પંચમહાલમાં કુલ ૯૭૪૦ કર્મીઓએ માસસીએલના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દાહોદ જીલ્લામાં જીલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયતો તેમજ નાની સિંચાઇ વિભાગના કર્મચારીઓ તેમના મહામંડળોના આદેશ અનુસાર ગુરુવારે વિવિધ માંગણીઓ ન સંતોષાતાં એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા હતા. જેને કારણે જિલ્લામાં વહીવટી કામગીરી ઉપરાંત સરકારી પ્રા.શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થયુ હતુ. કારણ જિ.પં.ના તાબાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં પપ૦ થી વધુ તેમજ ૭૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓ મળી ૮ હજારથી વધારે કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.