પત્નીનાં આડાસંબંધથી ત્રસ્ત પતિની આત્મહત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકની પત્ની અને તેનાં પ્રેમી સામે પોલીસે ગુનો નોંધ્યો ખંભોળજ ગામે રહેતા ૩૩ વર્ષિ‌ય યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરવાના કિસ્સમાં તેની પત્ની અને પ્રેમીનો ત્રાસ હોવાનું ખુલતાં પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, ખંભોળજ સ્વામિનારાયણ મંદિર નજીક રહેતાં હરિશ ભાયલાલ ગોલા રાણા (ઉ.વ.૩૩)એ ૨પમી સપ્ટેમ્બરની રાત્રે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે મૃતકના પિતા ભાયલાલભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 'હરિશની પત્ની સુષ્માબહેનના છેલ્લા કેટલાક સમયથી લાલજી ઉર્ફે ડાર્લિંગ બુધાભાઈ ઠાકોર (રહે.ઢેલડી તલાવડી સીમ, ખંભોળજ) સાથે આડાસંબંધ હતો. આ બાબતે હરિશે સુષ્માબહેનને ઠપકો આપતાં તેઓએ ઉશ્કેરાઈ જઈ જણાવ્યું હતું કે 'અમારાં સંબંધો ચાલું રહેશે, તારાંથી ન જોવાય તો તું મરી જા, જેથી અમે સાથે રહી શકીએ.’ આવું કહેતાં હરિશને લાગી આવ્યું હતું અને તેણે દવા પી આત્મહત્યા કરી લીધી હતી.’ પોલીસે લાલજી અને સુષ્માબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એન. પટેલે સંભાળી છે.