એવન ગ્રૂપમાં લુણાવાડાની બે છાત્રાએ મેદાન માર્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિસાન હાઇસ્કૂલની પાઠક ધૃવી અને આદર્શ વિદ્યાલયની ટ્વિંકલ જિલ્લામાં અગ્રેસર રહી ધો.૧૦ના પરિણામમાં ૯૦ ટકાથી ઉપર ૨૨૫ વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે.જેમાં લુણાવાડામાં બે વિદ્યાર્થીઓએ અગ્રીમ ક્રમ હાંસલ કર્યા છે.૯૫.૨૦ ટકા સાથે કિસાન હાઇસ્કૂલની પાઠક ધ્રુવીએ ગણિતમાં ૧૦૦ ગુણ મેળવ્યા છે.જ્યારે આદર્શ વિદ્યાલયની ટ્વીકલ પ્રજાપતિ ૯૫.૮ ટકા સાથે ઉજજવળ ભવિષ્ય માટે ગાંધીનગરમાં પ્રવેશ મેળવવાની છે. પંચમહાલ જિલ્લામાં ધો.૧૦માં એવન ગ્રુપમાં ૨૨૫ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે.દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ લુણાવાડાની બે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.૯૦ ટકા ઉપર ગુણ મેળવીને અન્ય માટે તેઓ પ્રેરણારુપ બન્યા છે. ૯૫.૨૦ ટકા સાથે કિસાન હાઇસ્કૂલની પાઠક ધ્રુવી જયેશભાઇએ ગણિતમાં ૧૦૦,વિજ્ઞાનમાં ૯૬,ગુજરાતીમાં ૯૨ ગુણ મેળવી નગરનુ ગૌરવ વધાયું છે.તેણીની યાદશક્તિ ઘણી કારગત નીવડી હોવાનુ જણાવતા ઉમેર્યું હતુ કે, માત્ર બેથી ત્રણ કલાક જ વાંચ્યા બાદ લેખન કરતી હતી.સાથે સાથે ટયુશન અને શાળામાં ધ્યાનપૂર્વક ભણતી હતી.આગામી ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૮૫થી ૯૦ ટકા મેળવવાનુ લક્ષ્યાંક સેવ્યુ છે. જ્યારે સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક મહેદ્વભાઇ પ્રજાપતિની પુત્રી ટ્વીકલે ૯૫.૦૮ ટકા મેળવ્યાનુ ગૌરવ અનુભવતતા કહ્યુ હતુ કે,આદર્શ વિદ્યાલયના શિક્ષકોના માર્ગદર્શથી સંતોષકારક પરિણામ સાંપડ્યું છે.મોડી રાત્રિ સુધી વાંચન કરવાની સાથે અને પરીક્ષાના નજીક જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૧૮ કલાક સુધી સતત વાંચન રાખ્યુ હતુ. ટ્યુશન અને શાળામાં ભણેલા પ્રકરણ બાદ અલાયદી તૈયાર કરેલ નોંધ ઘણી ઉપયોગી નીવડી છે. ડેરોલના જોડિયા બે ભાઇઓએ ૯૫ અને ૯૬ % મેળવ્યા કાલોલ તાલુકાના ડેરોલ ગામના એક જ માતા પિતાના જોડીયા બે ભાઇઓએ ધો.૧૦ પરીક્ષામાં સપ્રમાણ એકરૂપ અભ્યાસ કરીને પરીક્ષા આપતા ઇન્ટર મારફતે જાહેર થયેલા પરિણામ અનુસાર જોડીયા ભાઇઓમાં નિર્મલ એમ.પટેલ ૯૬ ટકા અને નિર્ભય એસ.પટેલના ૯૫ ટકા આવતા જોડીયા બે સગા ભાઇઓની એકરૂપતા જોઇને ડેરોલગામમાં ભારે આશ્ચર્ય જગાવ્યુ હતુ. એટલુ જ નહી આ બંને ભાઇઓ ડેરોલગામની ચારએન્ડબી હાઇસ્કૂલમાં પ્રથમ અને દ્રિતિય નંબરે પાસ રહીને શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું.