બે ભરવાડોએ નાણાંની લેતીદેતીમાં દંપતીને ચપ્પુ માર્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે આવેલા મકાનમાં ઉઘરાણી કરવા ગયેલા ઇસમે ચપ્પાથી હુમલો કરી દંપતિને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે.કરમસદમાં રહેતા દેવકરણભાઇ ભરવાડને વિદ્યાનગરમાં ઇસ્કોન મંદિર પાસે રહેતાં ગૌરવભાઇ સુનીલભાઇ પાંડે પાસે ધંધા બાબતે નાણાં લેવાનાં નીકળતાં હતાં. દરમિયાન દેવકરણભાઇ વિદ્યાનગર જીઆઇડીસીમાં રહેતા પોતાનાં મળતિયા ભરતભાઇ ભરવાડ સાથે સોમવારે ગૌરવભાઇનાં ઘરે નાણાંની ઉઘરાણી માટે ગયાં હતાં. તે વખતે બોલાચાલી થતાં દેવકરણભાઇએ અપશબ્દો બોલી ગૌરવભાઇ ઉપર ચપ્પાથી હુમલો કર્યો હતો. આ સમયે પતિને બચાવવા દોડી આવેલી પત્ની રિન્કીબેનને પણ હાથ ઉપર ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકના પીએસઆઇ ડી.કે.રાવે કરમસદના દેવકરણભાઇ ભરવાડ અને વિદ્યાનગરના ભરતભાઇ ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.