ગોધરાની સ્ટીલ કંપનીના ભઠ્ઠામાં બ્લાસ્ટથી એકનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેર નજીક આવેલી નવીન ડી.ડી.સ્ટીલ કંપનીમાં આવેલા ભઠ્ઠામાં લોખંડ ભંગાર ઓગાળવાનું કામ કરતાં અચાનક લીકેજ બાદ બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. જેના કારણે એક કામદાર ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. ગોધરા વડોદરા માર્ગ પર આવેલા વણાકપુર ગામ પાસે ડી.ડી. સ્ટીલ કંપની આવેલી છે. જેમાં ગુરુવારે રાત્રીના સમયે કામદારો કામ કરતા હતા. ત્યારે કંપનીમાં આવેલી ભઠ્ઠીમાં લોખંડભંગાર ઓગાળવાનુ કામ કરતાં અચાનક લીકેજ થયું હતું. જેથી અચાનક ધડાકો થતાં એક કામદાર સુનીલરાવ કાલીરાય (મુળ રહે.કોટીયાર, ઝારખંડ, હાલ રહે. વણાંકપુર, ગોધરા) ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડાયા હતા. તબિયત નાજુક જણાયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુકી સારવાર દરમિયાન મોત થયું હતુ.