નર્મદા યોજના મોદી નહીં, હું લાવ્યો: કેશુભાઈનો ટંકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મને સત્તા મેળવવાના કોઈ અભરખા નથી, મારે ‘પ્રજાધર્મ’ નિભાવવો છે- ‘મોદીજી, નર્મદા યોજના આવી ત્યારે તમારો ભાજપમાં પ્રવેશ પણ નહોતો થયો’- ગુજરાત પરિવર્તન પાર્ટીની વસ્ત્રાલ સભામાં જીપીપીના આગેવાનોએ કહ્યું, મોદી જુઠ્ઠાણા ચલાવી રહ્યા છેચૂંટણી ટાણે નર્મદા યોજના હું લાવ્યો છું તેમ કહેવાથી સત્ય બદલાઇ જતું નથી. નર્મદા યોજના હું લાવ્યો હતો. અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતે યોજાયેલા પરિવર્તન સંમેલનમાં અધ્યક્ષ કેશુબાપાએ મોદીને આડેહાથ લેતાં કહ્યું હતું કે નર્મદા યોજના આવી ત્યારે મોદીજી તમારો ભાજપમાં પ્રવેશ પણ થયો ન હતો. ગાંધીનગર બાદ વસ્ત્રાલમાં યોજાયેલા સંમેલનમાં કેશુબાપા ઉપરાંત અન્ય અગ્રણીઓએ કહ્યું હતું કે મોદી જુઠ્ઠાણા ચલાવી રહ્યા છે.કેશુબાપાએ જણાવ્યું હતું કે ૧૨ વર્ષથી હું જોઇ રહ્યો હતો કે મારા પક્ષમાં કંઇ સુધારો આવશે પરંતુ કોઇ સુધારો ન આવ્યો. કોર્પોરેટરથી લઇને સંસદ સભ્ય સુધીની તમામ સત્તા મેં ભોગવી લીધી છે. હવે મને સત્તાનો કોઇ અભરખો નથી. મને હવે ગુજરાતનું ભવિષ્ય ધૂંધળુ દેખાય છે. ખેડૂતો , યુવાનો બિચારો બાપડો બની ગયા છે. ખેતી વરસાદ આધારિત થઇ ગઇ છે. મોદી કહે છે કે નર્મદા યોજના હું લાવ્યો પરંતુ મારે તમને એક વાત કહેવી છે.નર્મદાનું ખાતું બન્યું ત્યારે તે પક્ષમાં પણ ન હતા. બાબુભાઇ જસભાઇ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદાનું ખાતું મને સોંપવામાં આવ્યું હતું ત્યારે માત્ર બોર્ડ મારેલા હતા. નરેન્દ્રભાઈ ત્યારે ટ્રીબ્યુનલમાં ફેંસલો લાવનાર હું હતો. સ્વ. ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી હતા અને હું ઉપમુખ્યમંત્રી હતો. સુપ્રિમ કોર્ટમાં કેસ હતો. નરેન્દ્રભાઇ તમે ત્યારે ન હતા. તમે મુખ્યમંત્રી બન્યા ત્યારે નર્મદા યોજના આગળ વધતી ન હતી. ત્યારે તમે મને ફોન કરીને કંઇક કરવા કહ્યું હતું ત્યારે હું રાજ્યસભામાં હતો અને તમે મને લોકસભામાં જઇને નર્મદાના મુદ્દે હંગામો કરવા કહ્યું હતું.પરંતુ મેં તેમને કહ્યું હતું કે નરેન્દ્રભાઇ મારે હંગામો કરવાની જરૂર નથી. હું વાજપાઇ પાસે ગયો હતો અને સઘળી હકીકત જણાવી હતી. એક ઇંચ પણ ડેમની ઊંચાઇ તમે વધારી શક્યા ન હતા મેં આઠ દિવસમાં ૧૦ મીટર ઊંચાઈ વધારવાનો હુકમ કરાવી દીધો હતો. તમે માત્ર દેખાડો કરી શકો છો. કેનાલનું કામ પણ નિયત સમયમાં પૂરું કરી શક્યા નથી. નહીંતર આજે ગુજરાતનો ખરાઅર્થમાં વિકાસ કંઇ ઔર જ હોત.કેશુભાઈના જોશીલા વકતવ્યમાં ક્યાંક પ્રહાર, ક્યાંક જાહેરાત :તમારા ઉપવાસ નિશાળે જતાં છોકરા જેવાં :‘તમામ ધર્મ જ્ઞાતિમાં ઉપવાસ એટલે સવારથી લઇને મધરાત સુધી કશું જ ખાવાનું નહીં. પરંતુ નરેન્દ્રભાઇ તમારા ઉપવાસ તો નિશાળે જતાં છોકરા જેવા છે. રોટલો ખાઇને સ્કૂલે જાય અને પાછા આવીને રોટલો ખાય તેવા તમારા ઉપવાસ હતા.’આવો યુવાનો, મારી સાથે જોડાવો, હું પાછળ ચાલવા તૈયાર છું :‘૮૪ વર્ષે મને સત્તાના અભરખા નથી. હું યુવાનોને આહવાન કરું છું ચાલો મારી સાથે જોડાવ , હું તમારી પાછળ ચાલવા તૈયાર છું. મારે પ્રજાધર્મ બજાવવો છે. તમામ દિશામાંથી પરિવર્તન લાવવાનું આહવાન મળ્યું માટે હું નીકળી પડ્યો છું.’ગામડા પછી શહેરમાં પણ રાહત લાવશું :‘ગામડાઓમાં મફત વીજળી આપવાની જાહેરાત અમે કરી છે હવે શહેરોમાં પણ નાના ઉદ્યોગો અને લોકોને રાહત મળે તે માટે પેકેજ લઇને આવવાના છીએ.વિવેકાનંદના નામે વિપક્ષોને ધમકી...‘વિવેકાનંદનો જન્મદિવસ તો જાન્યુઆરીમાં હતો. અત્યારે યાત્રા શું કામ? વિવેકાનંદના નામે તમે વિપક્ષોને ધમકી આપવા સિવાય શું કામ કરો છો?’તમારી સભા માટે એસટી કામે લગાડાય :‘તમારી સભા માટે એસટી બસોને કામે લગાડી દેવાય. પછી ગરીબ કે દવાખાને જવા માટે ટળવળતા પ્રવાસીનું જે થવું હોય તે થાય !’તસવીરો: કલ્પેશ ભટ્ટ