• Gujarati News
  • Illegal Pressures Have Break Off By Auda In Mahemdavad

ઔડાએ મહેમદાવાદમાં દબાણો તોડી પાડતાં સનસનાટી, 21 પરિવારો બન્યાં નોંધારા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રામનગર ખાતે ઔડા દ્વારા 21 જેટલા કાચાં પાકાં મકાનો ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડવામા આવ્યું)
વર્ષો જૂનાં 21 પાકા દબાણો તોડી પડાયાં: આગામી દિવસોમાં પણ નગરમાં આવેલી સરકારી જમીન પરના દબાણો તોડી પડાશે
મહેમદાવાદ: મહેમદાવાદમાં આવેલાં રામનગર વિસ્તારનાં 21 જેટલાં કાચા-પાકા મકાનો પર મંગળવારે બુલડોઝર ફરી વળ્યું હતું. આ જગ્યાને ઔડા દ્વારા ખાલી કરાવવા માટે વહીવટીતંત્રને સૂચના આપી હતી. જેનાં ભાગરૂપે સ્થાનિક પોલીસતંત્ર અને મામલતદાર દ્વારા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લામાં દબાણો હટાવવાનું ઔડા દ્વારા આ પ્રથમ પગલું હોવાથી ચર્ચાનો માહોલ છવાઈ ગયો હતો. આગામી દિવસોમાં પણ નગરમાં આવેલી સરકારી જમીન પરના દબાણો તોડીને ઔડા (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ત્યાં વિકાસનાં કામો હાથ ધરશે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
મહેમદાવાદ નગરમાં રામનગર વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી સરકારી જમીનમાં મકાનો બાંધીને પરિવારો રહેતાં હતાં. જ્યાં વર્ષો અગાઉ વ્યાયામ શાળા બનાવવાની હોવાથી નગરપાલિકાએ ખુલ્લી રાખી હતી. જોકે, દિવસો વિતતા ગયા તેમતેમ આ જમીનો પર દબાણો થતાં ગયાં હતા. તબક્કાવાર મહેમદાવાદનો વિકાસ કરવા માટે તેનાં વિસ્તારનો સમાવેશ અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોિરટી (ઔડા)માં કરાયો છે, ઔડાના અધિકારીઓ દ્વારા મહેમદાવાદ નગરપાલિકા તેમજ રેવન્યુ વિભાગ સાથે સંકલન કરી હાલમાં રામનગરની જગ્યા પર થયેલાં દબાણોને ખાલી કરાવવા માટેની સૂચના આપી હતી. જેને ધ્યાનમાં લઈને મામલતદાર અશ્વિન દવે દ્વારા પોલીસતંત્ર, સિટી સર્વે, જીએસપીસી તેમજ એમજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી દબાણો તોડવા માટેની કાર્યવાહી મંગળવારે હાથ ધરાઈ હતી.
સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, આ દબાણો તોડતાં સમયે બે જેસીબી, મજૂરો, પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો. દબાણ હટાવતાં સમયે સ્થાનિક રહીશો સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, પરંતુ ઔડા દ્વારા આ જગ્યા ખાલી કરાવવા માટેનું દબાણ હોવાના કારણે આ તમામ દબાણોને કોઈપણ સંજોગોમાં તોડી પાડવા માટે તંત્ર મક્કમ હતું. આ વિસ્તારમાં આશરે 21 જેટલા કાચા-પાકા દબાણો હતા. જ્યાં ડબગર, ભોઈ, આદિવાસી, હરિજન અને મુસ્લિમ પરિવારજનો વસવાટ કરતાં હતાં. કેટલાક મકાનો તો પાકા બનાવી દેવામાં આવ્યા હતા. સરકારી જમીનમાં આ દબાણો હોવાના કારણે તેને તોડી પડાયાં હતાં.
ઔડાને જગ્યા સોંપવામાં આવશે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...