ડાકોર મંદિરના ટ્રસ્ટીપદ માટેની વધુ સુનાવણી ૪થી ઓક્ટોબરે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટિ બોર્ડના ટ્રસ્ટીપદની નિમણૂક અંગેની નડિયાદ ર્કોટમાં બુધવારે વધુ એક મુદ્દત પડી હતી. ટ્રસ્ટીપદ અંગેની કાર્યવાહી ૪થી ઓક્ટોબરે હાથ ધરાશે. ડાકોર શ્રી રણછોડરાય મંદિરના ડાકોર ટેમ્પલ કમિટિમાં ટ્રસ્ટી બિપીનચંદ્ર દિવાનનું નિધન થતાં તેમની ટ્રસ્ટીપદની જગ્યા ખાલી પડી હતી. તે ભરવા માટેની સત્તા નડિયાદની કોર્ટ હસ્તક છે. આ સંદર્ભે ૨૦મેના રોજ ર્કોટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટીપદની જગ્યા માટે કુલ છ વ્યક્તિએ દાવેદારી નોંધાવી હતી. આ ટ્રસ્ટીપદની નિમણૂક અંગે કાર્યવાહી માટે નડિયાદની ર્કોટમાં બુધવારે મુદ્દત હતી. ન્યાયાધિશે ટ્રસ્ટીપદની નિમણૂકની કાર્યવાહી માટે ૪થી ઓક્ટોબરની મુદ્દત નક્કી કરી છે.