સમય સાથે ચાલનારા જ કદમ મિલાવી શકે છે: આરોગ્યમંત્રી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સમય કોઇની રાહ જોતો નથી. સમય પોતાનાથી આગળ કે પાછળ ચાલનારને ચલાવતો નથી. સાથે ચાલનારા જ કદમ મિલાવી શકે છે. સમય કદી થમતો નથી. અને જ્ઞાન બળ પૂરું પાડે છે. તેના વગરનું હથિયાર પણ યુઝલેસ છે.નવી એ.બી.એસ. ઇન્ટિરિયર ૧૦૮નું પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમમાં વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, મેં જ્યારે જાન્યુઆરી-૦૭માં આરોગ્ય મંત્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ૫૩ એમ્બ્યુલન્સ વાન હતી.આજે ૫૦૦ કરતા પણ વધુ સંખ્યા છે. સંખ્યા મહત્વની નથી પણ સંખ્યા સાથે ગુણવત્તા જોડાય તો જ વિકાસ સાર્થક બને છે. તેમણે જણાવ્યું હતું કે, મારું આરોગ્ય મંત્રી તરીકેનું તમને છેલ્લું પ્રવચન છે. મારી શુભકામના તમારી સાથે છે.