Home » Daxin Gujarat » Latest News » Godhra » happiness due to new mahisagar district

મહીસાગર જિલ્લો જાહેર થતાં ખુશી

Divyabhaskar.com | Updated - Oct 04, 2012, 12:23 AM

પંચમહાલ તેમજ ખેડા જિલ્લાના ગામોને સમાવેશ કરાય તેવી સંભાવના

  • happiness due to new mahisagar district
    happiness due to new mahisagar districtપંચમહાલ તેમજ ખેડા જિલ્લાના ગામોને સમાવેશ કરાય તેવી સંભાવના લુણાવાડાના લોકોએ ઉત્સવ મનાવ્યો જિલ્લાની જાહેરાત થતાં અંતરિયાળ ગામડાઓનો વિકાસ સરળ બનશે ખાનપુર, કડાણા,સંતરામપુર તાલુકાની પ્રજાને હવેગોધરા સુધી નહીં જવું પડે નવીન મહીસાગર જિલ્લો બનાવવાની જાહેરાત કરાતા લુણાવાડા, ખાનપુર, વિરપુર, સંતરામપુર સહિ‌તના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. લુણાવાડાના વિકાસને ચાર ચાંદ લાગી જવાનો મત રાજકીય વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવી રહી છે. જોકે હાલમાં લુણાવાડા તાલુકાને મહીસાગર જિલ્લો બનાવવાની જાહેરાત થતા જિલ્લામાં સમાવેશ થતા તાલુકાની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. પંચમહાલ જિલ્લાના છેવાડાના તાલુકાઓ એવા ખાનપુર, કડાણા, સંતરામપુર તાલુકાની પ્રજાને પ્રજાકિય કામો માટે હવે છેક ગોધરા સુધી લાંબા નહી થવુ પડે. બીજી તરફ વહીવટમાં સરળતા આવતા વણભંથી વિકાસની પરીભાષા પરીપૂર્ણ થશે. મહીસાગર જિલ્લો બનવાની જાહેરાતમાં લુણાવાડા, ખાનપુર, કડાણા તથા સંતરામપુર તાલુકાનો સમાવેશ થશે. તથા બીજી તરફ વિરપુર તથા મોરવા તાલુકાના પ્રજાજનોની સંમતિ મુજબ તેમનો સમાવેશ કરવા પણ વિચારણા હાથ ધરાશે તેવી માહિ‌તી મળી રહી છે. ધીરે ધીરે વિકાસનો વેગ પડકશે પરિણામે ખેતી, માર્ગ, વિજળી સહિ‌ત વ્યક્તિગત યોજનાઓનો વધુને વધુ લાભ પ્રજાને મળવાની આશા જાગી છે. સાથે સાથે ભૌગોલિક દ્રષ્ટિએ અનુકુળ એવા સંભવિત લુણાવાડામાં જિલ્લા વડુ મથક ઉભુ કરવામાં આવે તો કલેક્ટર કચેરી, ડીએસપી કચેરી, જિલ્લા પંચાયત સહિ‌તની વિવિધ વિભાગીય કચેરી પણ સ્થપાય તેવી શક્યતા છે. રોજગારીની વિપુલ પ્રમાણમાં તકો ઉભી થશે લુણાવાડાને જિલ્લો બનાવતાં તાલુકાના લોકોમાં અનેક આશાઓ પૂરી થવાની ચર્ચા ચાલી રહી છે. આ જાહેરાતના પગલે લુણાવાડાની આસપાસના તમામ વિસ્તારોમાં જીઆઇડીસી સહિ‌તની સવલતો ઉભી થવાની શક્યતાઓ પણ વધી જતાં અનેક ઔદ્યોગિક એકમો સ્થપાવવાની પ્રક્રિયાઓને પણ વેગ તથા પ્રોત્સાહન મળશે. જેથી આ રીતે રોજગારીની પણ વિપુલ પ્રમાણમાં તકો ઉભી થશે. લુણાવાડાનો વિકાસ થશે મહીસાગર જિલ્લાની જાહેરાત કરાતા લુણાવાડાના નગર તથા તાલુકાનો અભૂતપૂર્વ વિકાસ થશે. હાલ ગુજરાત સરકાર દ્વારા લુણાવાડા નગરમાં પ૦ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટના વિકાસકાર્યો પાંચ વર્ષ દરમિયાન કરાયા છે. જે આગામી સમયમાં જિલ્લો બનાવતા મર્યાદાઓ વટાવી જશે.-મણીબેન પટેલ પ્રમુખ લુણાવાડા નગરપાલિકા સમય તથા પૈસાનો વ્યય થતાં અટકશે લુણાવાડા, ખાનપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સહિ‌તના ગ્રામજનોને નવો જિલ્લો મળતા તેમને પ્રજાકીય કામકાજ માટે ગોધરા સુધી લાંબા થવુ પડશે નહી. તથા સુવ્યવસ્થિત વહીવટી માળખુ ગોઠવાતા લોકોને ખુબ ફાયદો થશે તથા ગરીબ તથા મધ્યમવર્ગીય લોકોને ખુબ ફાયદો થશે. -કાળુભાઇ માલીવાડ, માજી ધારાસભ્ય ચૂંટણીલક્ષી જાહેરાત છે કોંગ્રેસી ધારાસભ્ય હીરાભાઇ પટેલે આ જાહેરાતને ચૂંટણીલક્ષી જણાવી ઉર્મેયુ હતુ કે, શંકરસિંહે બનાવેલ ખાનપુર તાલુકામાં આજે પણ અનેક સરકારી કચેરીઓના કામ થયા નથી. તથા વહીવટી સુયોગ્ય માળખુ બનાવી શકાયુ નથી. જેથી આ રાજકિય રોટલો શેકવાનું ષડયંત્ર બનાવ્યુ હતુ. હીરાભાઇ પટેલ, ધારાસભ્ય જમીનોના ભાવો આસમાને પહોંચશે લુણાવાડામાં હાલ પણ જમીનોના ભાવો શહેરોને હંફાવે તેવા છે. ત્યારે જિલ્લો બનાવવાની જાહેરાત થતા તમામ વડી કચેરીઓ નગરમાં આવી વડુ મથક બનતા જમીનોના ભાવો આસમાને પહોંચી જશે તેવું જમીનના ધંધા સાથે સંકળાયેલા નિષ્ણાંત માની રહ્યા છે. બીજી તરફ તમામ ધંધા રોજગારોમાં ગતિ આવશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યુ છે. મહીસાગર જિલ્લો બનતાં લુણાવાડામાં આતશબાજી લુણાવાડાને મહીસાગર જિલ્લો જાહેર કરાતા ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ નગરના ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની લુણાવાડા મુલાકાત અગાઉ જ લુણાવાડાને મહીસાગર જિલ્લો બનાવવાની જાહેરાત થતા ભાજપાના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી.પટેલ, માજી ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, ભાનુભાઇ પટેલ, મુળજીભાઇ રાણા, જીજ્ઞાસુભાઇ જાની, ગોપાલભાઇ મહેતા સહિ‌તના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ લુણાવાડા ચાર રસ્તા ઉપર ભેગા મળી સૂત્રોચ્ચાર કરી આતશબાજી કરી મુખ્યમંત્રીની જાહેરાતને વધાવી લીધી હતી. જિલ્લાની જાહેરાત થતાં જ યુવાનો રોડ પર આવી જતાં નગરમાં જશ્નનો માહોલ છવાઇ ગયો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ