• Gujarati News
  • Guj By Polls: Morva Hadaf's Congress Candidate Files Nomination Form

મોરવા વિધાનસભા ચૂંટણી માટે કોંગી ઉમેદવારે ફોર્મ ભર્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-અત્યાર સુધી આ બેઠક માટે કુલ ત્રણ ફોર્મ ભરાયા છે

પંચમહાલ જિલ્લાની ખાલી પડેલી મોરવા(હ) વિધાનસભાની પેટા ચૂંટણી માટે સોમવારના રોજ કોંગ્રેસના ઉમેદવારે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભયું હતું. અત્યાર સુધી આ બેઠક માટે કુલ ત્રણ ફોર્મ ભરાયા છે.

પંચમહાલની મોરવા(હ) વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા.૨ જૂને યોજાનાર છે. દરમિયાન ગત ચૂંટણીમાં ઉપરોકત બેઠક કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટનો વિજય થતા કોંગ્રેસના ફાળે રહી હતી. જોકે તેઓના નિધન બાદ બેઠક ખાલી પડતા પુન: ચૂંટણી યોજાશે. દરમિયાન સોમવારે આ બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મકવાણા અમરસિંહે તથા ખાંટ ભૂપેન્દ્રસિંહ અને ખાંટ લક્ષ્મીબેન આ બંને ઉમેદવારોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જતા ઉત્તેજના છવાઇ છે. જોકે છેલ્લી ઘડી સુધી ભાજપાના ઉમેદવારનું નામ જાહેર ન થતા અનેક અટકળો ચાલી રહી છે. દરમિયાન તા.૧૫ મે ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી ધસારો રહેવાની શક્યતાએ સ્થાન લીધું છે.