મધુસૂદન ઢાંકીનું રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન

ઢાંકી સાહેબનું પ્રદાન મુખ્યત્વે ભારતીય દેવાલય સ્થાપત્યના ક્ષેત્રે છે

Sudha Bhatt

Sudha Bhatt

Divyabhaskar.com | Updated - Nov 20, 2011, 02:06 AM
gold medal honour to madhusudan dhanki
ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની અસ્મિતા માટે આજીવન કાર્ય કરનાર રણજિતરામ મહેતાની પ્રેરણાથી અને એમની સ્મૃતિમાં રણજિતરામ સુવર્ણચંદ્રક નોંધપાત્ર સાહિત્યકારોને અપાય છે. રણજિતરામ સ્વયં એક ભાવના હતા. ઝવેરચંદ મેઘાણીથી શરૂ થઇ પ્રતિવર્ષ અપાતા આ ચંદ્રકના આ વખતના સાહિત્યકાર છે, મધુસૂદન ઢાંકી જેઓ પદ્મભૂષણ પણ છે. તેમને કુમાર ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર અને ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. ઢાંકી સાહેબનું પ્રદાન મુખ્યત્વે ભારતીય દેવાલય સ્થાપત્યના ક્ષેત્રે છે. દેવાલય સ્થાપત્યમાં અનોખું પ્રદાન પોરબંદરના આ રહીશનો મૂળ જીવ સંશોધનનો, વળી નિષ્ઠા અને ચીવટ તેમજ ચોકસાઇ તો તેમનાં જ! જૂનાં સ્થાપત્યો ઉપરાંત વણ નોંધાયેલા સ્થાપત્યો પણ તેમણે શોધેલા. ગુજરાતનાં સોલંકી યુગના મંદિરોના સ્થાપત્ય અંગે લખેલું તેમની ઝીણવટભરી દ્રષ્ટિ અને નિરીક્ષણ શક્તિનો નિચોડ તેમના સર્જનમાં દેખાય છે. મારું ગુર્જર દેવાલય ઉપરાંત અનેક શિલ્પ સ્થાપત્યો એમણે હૃદયમાં સમાવ્યાં અને પછી ગ્રંથસ્થ કર્યા. વિશ્વકોશને આંગણે નવાજયા દેશભરમાં ભ્રમણ કરી લોકકલાઓ વિશે પણ લખ્યું. તેઓ પુરાતત્વવિદ્ છે. વિશ્વકોશને આંગણે ધીરુભાઈ પરીખ, કુમારપાળ દેસાઇ, ભોળાભાઈ અને અન્ય માન્યવરોએ મધુસૂદન ભાઈને નવાજયા. ઢાંકી સાહેબ કહે છે કે સવeસાધારણનાં ઉધ્યમ પરત્વે મારો અભિગમ વૈશ્વિક અને સાત્વિક સિદ્ધાંત ધરાવે છે.

X
gold medal honour to madhusudan dhanki
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App