શાળામાં ૫૦ બાળકોને ખોરાકી ઝેર

Food poison affected 50 students
Bhaskar News

Bhaskar News

Sep 14, 2010, 12:10 AM IST
વ્રજભૂમિ શાળામાં બાળકોને વહેલી સવારે અપાતાં નાસ્તામાં ગડબડ સર્જાઈ હોવાની શંકા આણંદ નજીકના મોગર ગામે આવેલી વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સોમવાર સવારે ૫૦ જેટલાં બાળકો ખોરાકી ઝેરના શિકાર બનતાં અફડાંતફડી મચી ગઈ હતી. આ અંગે વાલીઓને જાણ થતાં તેઓએ શાળા પર ધસારો કર્યો હતો. સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, શાળા સંચાલકોએ એફએસએલના પરિક્ષણ બાદ ક્ષતિ આધારે જવાબદાર સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી હતી. આણંદના મોગર ગામે નેશનલ હાઈવે પર આવેલી વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સોમવાર સવારે બાળકોને નાસ્તામાં આલુપરોઠા અને દહીં આપવામાં આવ્યું હતું. આ ખોરાક ખાધાં બાદ કલાકના ગાળામાં જ શાળાના ૫૦ જેટલાં બાળકોને ઝાડા - ઉલટી શરૂ થઈ ગયાં હતાં. જેને કારણે શાળામાં અફડાંતફડી મચી ગઈ હતી. આ અંગેની જાણ શાળાના સંચાલક નારણચરણ સ્વામીને કરતાં તેઓએ તુરંત ખાનગી ડોક્ટરોને બોલાવી રોગચાળાને કાબૂમાં લેવા બાળકોને પ્રાથમિક સારવાર આપી હતી. જોતજોતામાં બાળકોની સંખ્યા વધી જતા મામલો વધુ ગંભીર બની ગયો હતો. જોકે, સમયસર ડોક્ટરની સારવાર મળી રહેતાં બાળકો ખતરા બહાર હતાં. આ વાત વાલીઓમાં વાયુવેગે ફેલાઈ જતાં શાળા પર માતા-પિતા ટોળે વળ્યાં હતાં અને પોતાનાં ભુલકાંની તબિયત અંગે પૂછપરછ હાથ ધરી હતી. વાલીઓના ધરાસાના કારણે થોડાં સમય માટે વાલીઓ-સંચાલકો વચ્ચે ચકમક પણ ઝરી હતી. આખરે નારણચરણ સ્વામીએ સ્થિતિ થાળે પાડી હતી. બપોરના સુમારે ખોરાકી ઝેરની અસરવાળા બાળકો ભયમુક્ત જણાતાં તેમને ઘરે મોકલી આપવામાં આવ્યાં હતાં. આ અંગે નારણચરણ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે ‘બાળકોને ખોરાકમાં અપાયેલાં આલુપરોઠા અને દહીંના નમુના લઈ તેને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યાં છે. જેનાં રિપોર્ટના આધારે જવાબદારોની વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ જવાબદાર અધિકારીઓને જાણ જ ન કરાઈ વ્રજભુમિમાં બાળકોને ખોરાકી ઝેરની અસર અંગે શાળા સંચાલકોએ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવા કોશિશ કરી હોવાનો વાલીઓમાં સુર ઉઠ્યો હતો. કારણ કે, ૫૦ જેટલાં બાળકોને ઝાડા -ઉલ્ટી થઈ હતી. તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી. કે. ત્રિવેદી, જિલ્લા આરોગ્ય અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર આઈ.કે. પ્રજાપતિ સહિત કોઈ જ સરકારી વિભાગને જાણ હતી જ નહીં. મેડિકલ ચેકઅપ હોવાના કારણે તાત્કાલિકસારવાર મળી વ્રજભૂમિ શાળામાં સોમવારના રોજ બાળકો માટે ખાસ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેના કારણે આણંદના કેટલાક ખાનગી ડોક્ટરો પહેલેથી જ શાળામાં હાજર હતાં. આ સમય દરમિયાન ખોરાકી ઝેરની અસર થતાં મેડિકલ ચેકઅપ કેમ્પ અધૂરો મુકી તુરંત તમામ ડોક્ટરો રોગચાળાને કાબુમાં લેવા કામે લાગી ગયાં હતાં. નારણચરણ સ્વામી, શાળા સંચાલક
X
Food poison affected 50 students
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી