હાલોલ પંથકમાંથી પાંચ બોગસ સિક્યુરિટી ગનમેન ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવટી બંદૂકનું લાઇસન્સ મેળવી ખાનગી કંપનીઓમાં સિક્યુરિટીમાં નોકરી મેળવવાનો એસઓજીએ પર્દાફાશ કર્યો હાલોલ પંથકમાં બનાવટી બંદૂકનું લાઇસન્સ મેળવી સિક્યુરિટીમાં નોકરી મેળવવાનું કૌભાંડ ઝડપાયું બનાવટી બંદુકના લાઇસન્સ મેળવી હાલોલ તાલુકામાં વિવિધ કંપનીઓમાં સિક્યુરિટીમાં નોકરી મેળવવાનું મસ મોટું કૌભાંડ એસઓજી શાખાએ ઝડપી પાડ્યું છે. પાંચ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરતા તેઓની પાસેથી બનાવટી લાઇસન્સ તથા ગેરકાયદે પાંચ બંદુક, કારતુસ નંગ -૨૭ , મોબાઇલ ફોન નંગ - પ મળી ૮૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હાલમાં તમામની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે તપાસનો દૌર શરૂ કર્યો છે. આજના સમયમાં સિક્યુરિટી સવિeસમાં જોડાયેલા પરપ્રાંતીય રાજ્યના માણસો પોતાના વતનના રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો મેળવી ખોટા દસ્તાવેજો દ્વારા લાઇસન્સ બનાવી અલગ અલગ જીઆઇડીસી વિસ્તારમાં મોટી રકમની નોકરી મેળવતા હોય છે. જેના સંદર્ભે હાલોલ જીઆઇડીસીમાં આવેલા ઔધ્યોગિક એકમો માં પણ આવા બનાવટી લાઇસન્સ ના આધારે ગનમેન સિક્યુરિટી ગાર્ડ હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઇ સી.સી.ખટાણા, દોલત સિંહ,ગણપતસિંહ, ઇશ્વરસિંહ, વિક્રમસિંહ સહિત સ્ટાફે શુક્રવારના રોજ હાલોલ તાલુકાના બાસ્કા પીક અપ સ્ટેન્ડ પાસે રહેતા સતેન્દ્રસિંહ પાલ (યુપી)ના ભાડાના મકાનમાં દરોડો પાડયો હતો. જેના મકાનમાંથી બાર બોરની બંદુક, કાટીgઝ નંગ- ૬, જુદી જુદી કંપનીના આઇકાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેની વધુ પૂછતાછ કરતા આવા ડુપ્લીકેટ લાઇસન્સના આધારે અન્ય ચાર પરપ્રાંતીયને વેચ્યું હોવાનુ પણ જણાવ્યુ હતું. હાલ તેઓ ગનમેન સિક્યુરિટી ગાર્ડની નોકરી મેળવી છે તેમ જણાવતા તેઓના મકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે તમામના ભાડાના મકાનમાં બાર બોરની ચાર બંદુક, કારતુસ નંગ ૨૦, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાંચે પરપ્રાંતીય ઇસમો ખોટા લાઇસન્સ ધરાવી ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા હોવાથી તેઓની બનાવટી લાઇસન્સ તથા ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં છે. જે પૈકી એક ઇસમ પાસે લાઇસન્સ બતાવવાના કોરા ફોર્મ તથા એસએમડી મેનપુરીના ખોટા સિક્કા મળી આવેલ છે. અત્રે નોંધનીય છેકે, રૂપિયા લઇ, તેઓ આવા બનાવટી લાઇસન્સ અન્યોને વેચતા હતા. હજુ પણ જીઆઇડીસી વિસ્તારમાં કેટલાય ગન મેનો બહારના રાજ્યોના બનાવટી લાઇસન્સ તથા હથિયાર ધારણ કરી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. જેથી એસઓજી દ્વારા ઉંડાણપૂવeક તપાસ કરી આવા ગુનેગારોને ઝડપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ઝડપાયેલાઓ સિક્યુરિટી ગનમેનની યાદી સતેન્દસીંગ છોટેલાલ ડમ્મરલાલા પાલ (રહે.રહે.બખતી, તા.ભોવાવ, જી.મેનપુરી, યુપી), રામવીસીંગ જોહરીલાલ પાલ, લાખનસીંગ બીરબલસીંગ પાલ(રહે.બાસ્કા ટાવર પાસે હાલોલ, મુળ રહે.નગલાભીમ, તા.ભોવાવ, જી.મેનપુરી યુપી), સુભાષ સીંગ હુકમ સીંગ યાદવ(રહે.બાસ્કા બીએફસી કંપનીમાં ભાડે હાલોલ, મુળ રહે.હરનાગરપુર તા.ભોવાવ, જી.મેનપુરી, યુપી), તથા રાજુ સીંગ રામશરણ પાલ(રહે.બાસ્કા બીએફસી કંપનીમાં ભાડે હાલોલ, મુળ રહે.નગલાપાલ, તા.ભોવાવ, જી.મેનપુરી, યુપી)નો સમાવેશ થાય છે. ઝડપાયેલા ગનમેન મોટી કંપનીમાં ફરજ બજાવતા હતા ઝડપાયેલા ગનમેન સિક્યુરિટી ગાર્ડ પૈકી ત્રણ સન ફાર્મા કંપનીમાં, એક મેટકો કંપનીમાં જ્યારે એક પોલી કેપ કંપનીમાં ફરજ બજાવતા હોવાનુ પોલીસે જણાવતા વધુમાં ઉર્મેયું હતું કે, આ ઉપરાંત તેઓ હાલોલની એસ્કોર્ટ તથા વડોદરાની ડીએસએસ સિક્યુરિટી કંપની તરફથી મુકવામાં આવ્યા છે. હાલોલ અને બાસ્કામાં ૧૦,૦૦૦ ઉપરાંત પરપ્રાંતીય વસવાટ કરે છે હાલોલ તથા બાસ્કા પંથકમાં એક અંદાજ મુજબ ૧૦ હજાર ઉપરાંત પરપ્રાંતીય લોકો પરિવાર તથા એકલા વસવાટ કરતા હોવાનુ કહેવાય છે. તેઓ ઉદ્યોગો, લેબર વર્ક તેમજ કંપનીઓમાં નોકરી કરી જીવન ગુજારે છે. જોકે આ પૈકી કેટલાક લોકો જે તે પ્રાંતમાંથી તડીપાર થયેલા હોય અથવા કોઇ ગુનાહિત પ્રવૃતીમાં હોય તો ખબર પડી શકે નહી. મોટી કંપનીમાં તપાસ કર્યા વગર જ નોકરીએ રાખવામાં આવે છે ? હાલોલ પંથકમાં આવેલી જીઆઇડીસીમાં મોટી મોટી કંપનીમાં ગનમેન સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે. જેમાં મોટા ભાગના પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડ હોય છે. જોકે તેઓની કોઇ પણ જાતની તપાસ કર્યા વગર જ નોકરીએ રાખવામાં આવતા હોય છે. જેથી સિક્યુરિટી કંપની, પોલીસ દ્વારા જરૂરી ખરાઇ કરવામાં આવે તે જરૂરી છે.