ફિશરીઝ કૌભાંડ: ૨૭મીએ કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના તળાવોમાં માછીમારીના કોન્ટ્રાકટ આપવામાં રૂ. ૪૦૦ કરોડના કૌભાંડમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી જવાબદારી બનતી હોવાથી મુખ્યપ્રધાનના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા ૨૭મીએ રાજ્યના ૨૭ જિલ્લા અને ૮ મહાનગરોમાં-રાજ્યવ્યાપી ધરણાં-દેખાવ યોજવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, અદાલતના આદેશમાં રાજ્યકક્ષાના મત્સ્યોધ્યોગ પ્રધાન સહિતના જવાબદારો સામે લાંચરુશ્વતવિરોધી ધારા અંતર્ગત કેસ કરવા જણાવાયું છે.