વિસર્જિત પ્રતિમા બહાર કાઢતાં વિવાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં હિ‌ન્દુ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય સામે વિરોધવંટોળ ગોધરાના રામસાગર તળાવમાં વિસર્જન કરાયેલ શ્નીજીની પ્રતિમાઓ શનિવારે ક્રેનની મદદથી બહાર કાઢયા બાદ તૂટફૂટ હાલતમાં જોતાં હિ‌ન્દુ સમાજની લાગણી દુભાઇ હતી.અને આ પ્રકારના કૃત્ય સામે વિરોધ ઉઠતાં પાલિકા તંત્રની ટીમની સફાઇ કામગીરી પડતી મુકવી પડી હતી. ગોધરામાં અત્યંત ભકિતભાવભર્યા માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાયો હતો.જ્યારે ઠેરઠેર સ્થાપન કરાયેલ શ્નીજીને વિદાય આપવા ગત સોમવારે ધૂમધડાકા તથા શ્નદ્ધાના વાતારણ વચ્ચે માર્ગો ઉપર શોભાયાત્રા સાથે જોડાયેલ સત્તાવાર ૮૪ મંડળો તથા ઘેરઘેર નાની મોટી મળીને અંદાજીત ૭૦૦ ઉરાંત પ્રતિમાઓ રામસાગર તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ત્યારે જળપ્રદૂષણ અટાવવાના હેતુસર હવે પ્રદુષણ બોડ ર્‍ સક્રિય બન્યુ હતુ. જેનાભાગરુપ કલેકટરની સૂચના અન્યવે નગર પાલિકાની ટીમ શનિવારે વિસર્જન કરાયેલ શ્નીજીની પ્રતિમાઓની બહાર કાઢવા તળાવે પહોચ્યા હતા. સબ ઓવરશીયર ડી.એન.કામોલ,ફાયર વિભાગના અધિકારી પી.એફ.સોલંકી સહિ‌તનો કાફલો હાઇડ્રો ક્રેન,તરવૈયા સાથે તળાવના ઉંડા પાણીમાંથી મૂર્તિ‌ બહાર કાઢવાની કાર્યવાહી શરુ કરી પાંચ જેટલી ખંડિત મૂર્તિ‌ઓ બહાર કાઢી હતી. દરમ્યાન કોઇ પણ જાતની ધાર્મિ‌ક ગરીમા નહી જળવાતાં હિ‌ન્દુ સમાજની લાગણી દુભાઇ હતી. વિરોધથી કામગીરી બંધ અગાઉ તંત્ર દ્વારા જળ પ્રદુષણને અટાવવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયત્નોના ભાગરુપ કલેક્ટર અને સીઓની સૂચના મુજબ કાર્યવાહી શરુ કરી હતી.પરંતુ હિ‌ન્દુ સમાજનો વિરોધ ઉઠતાં કામગીરી પડતી મુકી છે. અને આગામી સમયમાં ઉચ્ચ તંત્રના આદેશ પ્રમાણે કામગીરી કરાશે. ડી.એન.કામોલ. સબ ઓવરશીયર