કોંગ્રેસ-મનપાના શાસકોના સરકાર વિરોધી ધરણાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. કોર્પો.ને સત્તા ન સોંપવાની સરકારની અન્યાયી નીતિ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યું સત્તાસોંપણી માટેની મનપાની રિટની સોમવારે સુનાવણી ગાંધીનગર મહાનગરપાલિકાને સત્તા સોંપવાના હાઈકોર્ટના આદેશનું રાજ્ય સરકારે ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસશાસિત મ્યુનિસપિલ કોર્પોરેશન સાથે અન્યાય કરવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રાજ્ય સરકારની અન્યાયી નીતિ સામે ગાંધીનગર શહેર કોંગ્રેસ અને મ્યુનિસપિલ કોર્પોરેશનના શાસકોએ સોમવારે સૂત્રોચ્ચાર અને ધરણાં કર્યા હતા. બાદમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની નબળી પરિસ્થિતિના મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગાંધીનગરમાં હાઈકોર્ટના આદેશને પગલે સરકારે મ્યુનિસપિલ કોર્પોરેશનની રચના કરી છે પરંતુ કોર્પોરેશનની હદમાં રસ્તા, પાણી, વીજળી, રેવન્યુ, ટાઉન પ્લાનિંગ, પ્રાથમિક આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ સહિતના વિભાગો કોર્પોરેશનને આજ સુધી સરકારે સુપરત કર્યા નથી. રાજ્યની ભાજપ સરકારે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. વધુમાં એમ. એસ. બિલિં્ડગમાં ચોથા માળે જગ્યા ફાળવવા માટે અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઉપરાંત, સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ કરીને માનીતી સંસ્થાઓને ખાલી મકાનો આપવાના સરકારના નિર્ણયને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું શિક્ષણ અંધકારમાં ધકેલાયું છે. ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ, મેયર મહેન્દ્રસિંહરાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિથ વ્યાસ, સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલ, નેતા ચીમન વિંઝુડા, ઉપનેતા હસમુખ મકવાણા, મહિલા મોરચાના પ્રેમબા હાડા, હર્ષજિત પંડ્યા, શૈલેન્દ્રસિંહબહિોલા, સુભાષ પાંડવ, પિન્કી પટેલ સહિતના નગરસેવકો, યુવા કોંગ્રેસના અંકિત બારોટ સહિતના કોંગ્રેસીઓએ કલેક્ટર પી. સ્વરૂપને ગાંધીનગરની સમસ્યાઓ અંગે આવેદન આપ્યું હતું. સત્તાસોંપણીના મુદ્દે ગાંધીનગર મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં કરેલી રિટની વધુ સુનાવણી ૨૩ જુલાઈએ મુકરર કરવામાં આવી છે. સોમવારે રિટની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગેરહાજર રહેતાં કેસમાં મુદત પડી છે.બોમ્બે મ્યુનિસપિલ એક્ટ હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાને તમામ સત્તા અને ફરજો સોંપવામાં રાજ્ય સરકારની ઉદાસીનતા સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. વડી અદાલતના ન્યાયાધીશ છાયા સમક્ષ સોમવારે કેસની સુનાવણી હતી. સુનાવણી દરમિયાન મેયર મહેન્દ્રસિંહરાણા અને મ્યુનિસપિલ સેક્રેટરી પિનાકિન જોશી કોર્પોરેશનના ધારાશાસ્ત્રી સાથે હાજર રહ્યા હતા, પરંતુ સરકાર તરફી દલીલો કરવા માટે સરકારી વકીલ ગેરહાજર રહ્યા હતા. આથી ન્યાયાધીશે આગામી સોમવાર ૨૩ જુલાઈ પર સુનાવણી મુકરર કરી છે.