મધુરડેરીના પ્રવાસ સામે ર્બોડ ઓફ નોમિનિઝનો મનાઈહુકમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (મધુર ડેરી)ના વહીવટકર્તાએ યોજેલા પ્રવાસ સામે ર્બોડ ઓફ નોમિનિઝે મનાઈહુકમ ફરમાવ્યો છે. સંઘની સભાસદ જેઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ચેરમેને અમદાવાદની ર્બોડ ઓફ નોમિનિઝમાં પ્રવાસ યોજવા સામે વિરોધ દર્શાવતી ફરિયાદ કરી હતી, જેને અનુસંધાને ર્બોડે બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ મનાઈહુકમ ફરમાવ્યો છે.