ગુજરાતમાં અમીત શાહ આવ્યા, વિવાદો લાવ્યા, કાર્યકરો ઉમટ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોમનાથ દાદાને શીશ ઝુકાવી રાજ્યમાં પ્રવેશ કર્યો
- પત્ની, પુત્ર સાથે દર્શન કરી પૂજા-અર્ચના સાથે ધ્વજારોહણ કર્યું
- અમદાવાદમાં તેમના ઘરે કાર્યકરોના ટોળાં ઉમટી પડ્યાં
- કાર્યકરોએ ‘દેખો દેખો કૌન આયા, ગુજરાત કા શેર આયા’ના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂક્યું હતું
- વિવાદાસ્પદ દિનુ સોલંકીના પરિવારની કારમાં ફર્યા
- નરેન્દ્ર મોદીને રેકોર્ડ બ્રેક બેઠકો જીતાડવા હુંકાર

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી અમીત શાહની જામીન અરજી યથાવત રાખી ગુજરાતમાં પ્રવેશ કરવાની છુટ આપતા બે વર્ષનાં વનવાસ બાદ ગૃહપ્રવેશ પૂર્વે તેઓ આજે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં પરીવાર સાથે આવી પહોંચી દર્શન પૂજા-અર્ચના, ધ્વજારોહણ સાથે સોમનાથ દાદાને શીશ નમાવ્યું હતું.

૩:૩૦ વાગ્યે અમીત શાહ તેમના પત્ની, પુત્ર તેમજ પ્રદેશ ભાજપનાં મહામંત્રી વિજય રૂપાણી અને પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહચુડાસમા, જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન સુરસિંહમોરી સોમનાથ મંદિરે આવ્યા હતા. તેમણે સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી. સ્થાનિક ભાજપે સાકરતુલા કરતા ૧૨૫ કિલો વજન થયું હતું.

દીવથી અમદાવાદ વિમાન માર્ગે આવી શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગે જ્યારે નારણપુરા સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર સોસાયટીના સભ્યો પરિવાર સાથે તો હતા તથા ભાજપના કાર્યકરો તેમજ પુરુષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ, સાંસદ કિરીટભાઇ સોલંકી સહિત સ્થાનિક ધારાસભ્યો પણ હતા.

"ગુજરાતમાં ભાજપના જવલંત વિજય માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા માટે આવ્યો છું." - અમિત શાહ

(ફોટોગ્રાફ્સ સાથે વધુ સ્ટોરી વાંચવા માટે આગળ ક્લિક કરો)

Related Articles:

'દેશભરના લોકો ગુજરાત-મોદી પર મીટ માંડીને બેઠા છે'
શાહનું સ્વાગત કરવા જવા ADC બેન્કના કર્મીઓને સૂચના
મોદીની સમસ્યાઓ વધશે, અમિત શાહ બનશે ચાણક્ય?
અમિત શાહ ગુજરાતમાં, કેસ મુંબઈમાં: મોદીને ફાયદો કે નુકસાન?
અમિત શાહના આગમનથી ચૂંટણીચિત્ર ઉપર શું અસર થશે ?