કૃષિ મહોત્સવમાં ૧પ.૧૭ લાખ ખેડૂતોને ૭૨૦ કરોડની સહાય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં ભરઉનાળે ૨પ દિવસના કૃષિ મહોત્સવમાં ૧ કરોડ કરતાં વધારે ગ્રામજનોએ કૃષિક્રાંતિનો સંદેશો મેળવ્યો હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. તદ્દઉપરાંત ૨પ દિવસમાં ૧પ.૧૭ લાખ ખેડૂતોને ૭૨૦ કરોડ રૂપિયા વિવિધ સહાય પેટે ચૂક્વ્યા હતા. રાજ્ય સરકારે ગત તા. ૬ઠ્ઠી મેથી ગુજરાતમાં કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ૨૨પ તાલુકાના ૪૩૯૭ ગામોમાં કૃષિરથ પહોંચ્યો હતો. જેમાં ૧ કરોડ કરતાં વધુ પશુપાલકો તથા ગ્રામ પરિવારોએ આધુનિક ખેતી અને વૈજ્ઞાનિક પશુપાલનમાં નવી તરાહની હરીયાળી ક્રાંતિ માટેનો સંદેશો આપ્યો હતો. આ વર્ષે ૪૪૦૦ તાલુકા પંચાયતની બેઠક દીઠ અક એમ ૪૪૦૦ કૃષિ રથ આખો દિવસ ક્લસ્ટર વિલેજમાં રહીને લાખો ખેડુતોને લાભ આપ્યો હતો. કૃષિ મહોત્ત્સવ દરમિયાન ૧૧૦૦૦ ટ્રેક્ટરો નવા ખરીદવાની અને ૩૪,૦૦૦ રોટાવેટર ખરીદવાની ખેડુતોને સહાય અપાઇ છે. જ્યારે જમીનોના સાડા ત્રણ લાખ નમૂના લઇને પોણા ત્રણ લાખ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૪૧૭પ પશુ આરોગ્ય મેળામાં ૪૦ લાખ પશુઓનું રસીકરણ અને સાડા ચાર લાખ પશુઓની સારવાર, શસ્ત્રક્રિયા કરીને જીવદયાનું કાર્ય કર્યું હતું.