ભાજપ ઉમેદવારોની પસંદગી ચૂંટણી જાહેર થયા પછી કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને પક્ષની સત્તાવાર યાદી હજુ મહિ‌ના પછી આવશે જિલ્લાની સમીક્ષા બાદ નિરીક્ષકોની નિમણૂક કરી વિસ્તૃત અહેવાલ મગાવાશે ચૂંટણી માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ત્યારે બીજીતરફ ભાજપએ ચૂંટણીની સત્તાવાર જાહેરાત બાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં ગાંધીનગરમાં જિલ્લાના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો સહિ‌તના તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને રાજકીય, સામાજિક, નવા સીમાંકન બાદની સ્થિતિ સહિ‌તનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલ અને નિરીક્ષકોના અભિપ્રાય બાદ ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. પેનલમાં મૂકાયેલાં નામમાંથી આખરી ઉમેદવારની પસંદગી મુખ્યપ્રધાન અને પ્રદેશ સંગઠનના નેતાઓ કરશે. ભાજપ અને કોંગ્રેસની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જોતાં બંને પક્ષોના ઉમેદવારોની સત્તાવાર યાદી એક સાથે એટલે કે, એક મહિ‌ના પછી જાહેર થાય તેવી શક્યતા છે. વજુભાઈના બંગલે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા ગત દિવસોમાં ગાંધીનગરમાં નાણાપ્રધાન વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાને ભાજપે તમામ જિલ્લાઓના આગેવાનો સાથે બેઠક યોજીને મતવિસ્તારોની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યત્વે નવા સીમાંકનને પગલે ઉદ્ભવેલાં નવા રાજકીય સમીકરણો, જ્ઞાતિવાદ, કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અને કેશુબાપાની પરિવર્તન પાર્ટીની અસર તથા ઉમેદવારો વગેરે જેવી બાબતો પર ઝીણવટથી ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેશુબાપાનું ફેક્ટર કેટલું અસરકારક છે તેની ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યો, મંત્રીઓ કામે લાગી ગયા ભાજપમાં કોને ટિકિટ મળશે તે કળવું અને કહેવું ખુદ મંત્રીઓ અને ધારાસભ્યો માટે પણ મુશ્કેલ છે છતાં અનેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં પ્રચાર-પ્રસારનું કાર્ય અને લોકસંપર્કને સઘન બનાવી દીધો છે. સ્થાનિક સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેવા ઉપરાંત કાર્યકરોને પણ પોતાની તરફે કરવા માટેની કવાયત આદરી દીધી છે. વિવેકાનંદ યાત્રામાં ઉત્તમ દેખાવ કરવા હોડ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા તમામ ૧૮૨ બેઠકોને આવરી લે તે રીતે યોજવામાં આવી છે. આ યાત્રા પોતાના મત વિસ્તારમાં આવે ત્યારે જનમેદની ઉપરાંત સ્થાનિક રમતવીરોને વધુને વધુ સ્પોટ્ર્સ કીટ મળે અને બીજી સભા કરતાં પોતાની સભા વિશેષ બની રહે તે માટે ધારાસભ્યો કામે લાગી ગયા છે. આવી જ સ્થિતિ વિવેકાનંદ યુવા સંમેલન માટે પ્રવર્તી રહી છે. સમયસર ચૂંટણી યોજવાની જાહેરાતથી હાશકારો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત અને હિ‌માચલ પ્રદેશમાં રાબેતામુજબ-સમયસર ચૂંટણી યોજવાની જાહેરાત કરતાં આચારસંહિ‌ત લાગુ થવાના ભયથી ધારાસભ્યો મુક્ત થઈ ગયા છે અને પ્રચાર-પ્રસાર માટે પૂરતો સમય મળી રહેવાનો હોવાથી હાશકારો અનુભવી રહ્યા છે.