પત્નીની ફરિયાદમાં પતિની PSI પ્રેમિકા પોલીસ સમક્ષ હાજર થઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો, મહિ‌લા જામીન પર મુક્ત પોલીસ સ્ટેશન પર ફરિયાદ પક્ષના ટોળાં ઊમટી પડતાં વાતાવરણ તંગ બન્યું ગાંધીનગરના કોલવડા ગામે સાસુ- સસરા સાથે રહેતી પરિણીતાએ પખવાડિયા પહેલા આપેલી પતિ અને તેની પોલીસ સબ ઇન્સપેક્ટર પ્રેમિકા સામે છૂટાછેડા આપવા માટે ઢોરમાર મારીને અમાનુષી માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ આપ્યા પછી પેથાપુર પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં આગોતરા જામીન સાથે આજ તા. ૨પમીએ નરોડા પોલીસ મથકના મહિ‌લા સબ ઇન્સપેક્ટર પોલીસ સમક્ષ હાજર થઇ ગયાં હતાં તે સાથે જ ફરિયાદી પરિણીતા અને તેના સસરા અને પરિવાર સહિ‌ત લોકો ટોળે વળી જતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. પરંતુ પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.બીજી બાજુ કોર્ટે મહિ‌લા પીએસઆઇને જામીન મુક્ત કર્યા હતા. કોલવડા ગામે વીસઘરવાળા વાસમાં રહેતી સ્વીટીબેન વાઘેલા નામની પરિણીતાએ ગત તા. ૯મીએ આપેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ મયૂરસિંહ જગદીશસિંહ વાઘેલા કે જે હાલ તેની પ્રમિકા સાથે રહે છે અને નરોડા પોલીસ મથકની પીએસઆઇ તથા નરોડા દહેગામ રોડ પર ખારીકટ કેનાલ પાસે ર્તીથરાજ-૪માં ચોથા માળે ફ્લેટ નંબર ૪૦૮માં રહેતી પતિની પ્રેમિકા શિલ્પા બેન ચૌધરીને દર્શાવ્યા હતા. તે પહેલાં સ્વીટીબેનના પિતા હિંમત નગરના મહેતાપુરા ગામે રહેતા જશવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડે રાજ્યના ગૃહમંત્રી પ્રફૂલભાઇ પટેલને તથા સસરા જગદીશસિંહ દિલીપસિંહ વાઘેલાએ અમદાવાદ શહેરના એડિશનલ કમિશનરને આ મામલે લેખિતમાં ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાર બાદ પણ કોઇ પગલા લેવાયા ન હતાં ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ૧૧મી જાન્યુઆરી-૨૦૧૨ના રોજ સ્વીટીબેનના લગ્ન આરોપી મયૂર સાથે વિધિવત થયાં હતાં. દરમિયાન તેના પતિને કરાઇ પોલીસ એકેડમીમાં તાલીમ લેવા દરમિયાન શિલ્પા બેન સાથે આડા સંબંધ બંધાયા હતા ત્યારથી મયૂરસિંહે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ તે પોતાના માતા-પિતાની હાજરીમાં જ પત્ની સ્વીટીબેનને મારઝૂડ કરીને મારે શિલ્પા સાથે લગ્ન કરવા હોવાથી મને છૂટાછેડા આપી દે તેવી ધમકી આપવા લાગ્યો હતો. બન્ને આરોપી મારઝૂડ પણ કરવા લાગ્યા હતાં. તથા ગત નવેમ્બર મહિ‌નામાં મયૂરસિંહ અને શિલ્પા બેને ઘરે આવીને કાગળ પર સહી કરી દેવા ધમકી આપી હતી. પીએસઆઇ શિલ્પા બેને ફોન કરીને ફરિયાદી સ્વીટીબેનને એવી ધમકી પણ આપી હતી કે, તું તારા પતિને છુટા છેડા નહીં આપે તો પોલીસની સત્તાનો દુરુપયોગ કરીને તારા પિતા તથા બે ભાઇઓને ગમે તે ગુનામાં સંડોવીને જેલ ભેગા કરાવી દઇશ. સ્વીટીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પરનો ત્રાસ બે હદ થઇ ગયો છે. આરોપીઓ મારે આપઘાત કરવો પડે તે માટે ઇરાદાપૂર્વક ત્રાસ ગુજારે છે. પોલીસ હવે ફરિયાદ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો હું આપઘાત કરી લઇશ અને તેની જવાબદારી પોલીસની રહેશે. આ વાત પણ પોલીસે ફરિયાદમાં નોંધી છે. મારા પુત્રનો ૯ મહિ‌નાથી કોઇ પતો નથી : જગદીશસિંહ શિલ્પા ચૌધરી પોલીસ સમક્ષ હાજર થયાની સાથે પોલીસ મથક પર દોડી આવેલા મયૂરસિંહના પિતા જગદીશસિંહે જણાવ્યું કે, તેનો પુત્ર મયૂરસિંહ પીએસઆઇ શિલ્પા સાથે ગયા પછી છેલ્લા ૯ મહિ‌નાથી તેને અમે જોયો નથી. તે જીવે છે કે, નહીં તેની માહિ‌તી પણ નથી. પુત્ર સામે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી નથી અને શિલ્પા એકલી જ પોલીસમાં હાજર થઇ હોવાથી તેના પુત્રનું શું થયું તે ચિંતાનો વિષય થઇ ગયો છે.