તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળતેશ્વર બ્રિજ બંધ થતાં પાવાગઢ જઈ રહેલા પદયાત્રીઓને 70 કિલોમીટર વધુ ચાલવું પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં કડાણા ડેમમાંથી વણાંકબોરી ડેમમાં પાણી છોડવામાં આવતાં મહિસાગર નદીમાં જળસ્તર પુન: વધ્યું છે, જેને કારણે પ્રથમ નોરતે જ વડોદરા બ્રિજ બંધ થતાં પાવાગઢ તરફ જતાં યાત્રિકોને હાલાકી વેઠવી પડી હતી. યાત્રિકો માટે શોર્ટ કટ સમાન આ માર્ગ પર નદીના પાણી ફરી વળતાં હવે 70 કિલોમીટરનો વધારાનો ફેરો કરવાની સ્થિતી યાત્રિકો માટે ઉભી થઇ છે. જોકે, ઉપરવાસમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેને કારણે હજી આગામી દિવસોમાં પણ પાણીની આવક વધતાં ડેમમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

કડાણા ડેમમાંથી વણાંકબોરી ડેમમાં પાણી છોડવામાં આવ્યા બાદ મહિસાગર નદીમાં બે લાખ ક્યુસેક પાણીની આવક થતાં, જળસ્તર વધતાં, ગળતેશ્વર બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે ગળતેશ્વર - વડોદરાનો બ્રિજ બંધ થતાં પાવાગઢ તરફ જતાં પદયાત્રિઓને ભારે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું છે. રવિવારથી નવરાત્રી શરૂ થતાં શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ પાવાગઢ તરફ જવા માટે નીકળ્યા હતા. પદયાત્રિઓ દરસાલ ગળતેશ્વર બ્રિજથી સીધા પાવાગઢ માતાજીના દર્શને જાય છે, પરંતુ રવિવારે બ્રિજ બંધ હોવાને કારણે યાત્રિકો અને પદયાત્રિકોને 50 થી 7૦ કિલોમીટર ફરીને પાવાગઢ જવાની ફરજ પડી હતી. દર વર્ષે યાત્રિકો અને પદયાત્રિઓ અંબાવ ફાટકથી શોર્ટકટમાં પાવાગઢ જવા માટે ગળતેશ્વરથી સીધા ડેસર, પાન્ડુ થઈ પાવાગઢ પહોંચે છે. જોકે રવિવારે પદયાત્રિઓ, તેમના સંઘ અને તેમના માલસામાન સાથેના વાહનો શોર્ટકટમાં ગળતેશ્વર પહોંચ્યા પછી, બ્રિજ બંધ જોતા પરત ફર્યા હતા અને હવે અંબાવ હાઇવેથી પાવાગઢ તરફ જવા પ્રસ્થાન કર્યું હતું.

પદયાત્રીઓ ગળતેશ્વર બ્રિજથી પરત ફર્યા
અંબાવથી સીધા ગળતેશ્વર બ્રિજ પાર કરીને શોર્ટકટમાં વડોદરા પહોંચી જતાં પદયાત્રિઓને આ માર્ગને કારણે 50 થી 70 કિલોમીટર ઓછું ચાલવું પડે છે, જોકે આ વર્ષે બ્રિજ બંધ હોવાથી પદયાત્રિઓને વધુ ચાલવું પડશે, પદયાત્રિઓ બે દિવસમાં પાવગઢ પહોંચવાની ગણતરીએ નીકળ્યા હોય પરંતુ હવે ગળતેશ્વર બ્રિજ બંધ હોવાથી તેમને વધુ ચાલવું પડશે, જેને કારણે નિયત દિવસે તેઓ પાવાગઢ પહોંચી શકશે નહીં. જોકે કેટલાક પદયાત્રિઓ થોડો વધારે શ્રમ લઇને પણ નિયત દિવસે જ દર્શન કરવાનો આગ્રહ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...