વડોદરા: શ્રીયા શાહ વિકાસાની ડિબેટ કોમ્પિટિશનમાં ઝોનમાં ફર્સ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજ્યોનલ કાઉન્સિલ ફોર સ્ટુડટ્સ એસોસિયેશન (વિકાસા) દ્વારા મુંબઇ ખાતે આયોજિત ડિબેટ કોમ્પિટિશનમાં વડોદરાની શ્રીયા શાહ વિનર બની છે. હવે તે નેશનલ રાઉન્ડ માટે દિલ્હી જશે.
સિટી રાઉન્ડ જીત્યા બાદ શ્રીયા 15મી નવેમ્બરે મુંબઇ ખાતે યોજાનાર રિજ્યોનલ લેવલ રાઉન્ડ માટે ગઇ હતી. જ્યાં સુરત, વાપી, નવી મુંબઇ , પૂણે અને ગોઆથી સીએ સ્ટુડન્ટ્સ આવ્યાં હતા. જ્યાં તેણે ‘ઇકોનોમિક ગ્રોથ વર્સિસ ઇન્ફ્લેશન’ વિષય પર ડિબેટ કરી હતી. જેમાં તેને વિનર જાહેર કરવામાં આવી હતી. શ્રીયા તેજસ વિદ્યાલયની સ્ટુડન્ટ છે.