તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Young Man Arrested For Girl's Harassment At Vadodara

યુવતીને એસએમએસ કરી અશ્લીલ માગણી કરનાર યુવકની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક તરફી પ્રેમના પાગલપનમાં લોકઅપની હવા ખાવી પડી
- યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા યુવકે એસએમએસ કરતો હતો


અલકાપુરી વિસ્તારની યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેના મોબાઇલ પર અશ્લિલ માગણી કરતાં એસએમએસ કરતાં યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેલબટાઉ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાપુરી વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ તેની સાથે જ અભ્યાસ કરતો યુવક મનન નીતિન ભયાણી (રહે. વૈકુંઠ સોસાયટી વિભાગ-૨, ગોત્રી રોડ) છેલ્લા એક મહિ‌નાથી હેરાન કરી રહ્યો હતો. યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ મનન તેના મોબાઇલ પર એસએમએસ કરતો હતો. મારી સાથે સંબંધ બાંધ તેમ કહી તેની પાસે એસએમએસમાં અશ્લિલ માગણીઓ કરતો હતો.

યુવકના રોજિંદા અશ્લિલ એસએમએસથી યુવતી ગભરાઇ ગઇ હતી. તેણે આ અંગે તેના પરિવારજનોને વાત કરી આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોમિયો મનન ભયાણીની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. પીએસઆઇ એ.આર. વાળાએ જણાવ્યું હતું કે બંને જૂના મિત્રો હતા પરંતુ યુવક તેની સાથે સંબંધો રાખવા માટે માગણી કરી હતી. યુવતીએ ઇનકાર કરી દેતા તે એસએમએસ કરી અશ્લિલ માગણી કરતો હતો. જેના કારણે યુવતી ગભરાઇ ગઇ હતી. યુવક અભ્યાસ કરે છે તેવું જાણવા મળ્યું છે . અમે આ બાબતે પૂછતાછ કરી રહ્યા છીએ.