તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Yashavant Sinh Arrested For Expropriation Of Property

યશવંતસિંહ ચૌહાણની મિલકત પચાવી પાડવાના ગુનામાં ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કારેલીબાગ પોલીસે ટ્રાન્સફર વોરંટથી બિલ્ડરનો જેલમાંથી કબજો મેળવ્યો

કારેલીબાગમાં એનઆરઆઇ મહિ‌લાની મિલકત પડાવી લેવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટ્રાન્સ્ફર વોરંટથી બિલ્ડર યશવંતસિંહ ચૌહાણનો કબજો મેળવી પૂછતાછ હાથ ધરી છે. માંજલપુરમાં રહેતા બાબુભાઇ સોમાભાઇ મકવાણાએ તા.૨પ-૧૨-૧૨ના રોજ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા સોમાભાઇનું તા.૨૯-૧૧-૮૮ના રોજ અવસાન થયું હતું.

તેમની માલિકીની માંજલપુરમાં આવેલી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માટે કિરણ નરેન્દ્રભાઇ દેસાઇ તેમની માતા રમાબેન દેસાઇએ બોગસ સહીઓ કરી મળતિયાને સાક્ષી તરીકે દર્શાવી વેચાણ કરાર બનાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી હતી.આ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેના ૧૦ માસ બાદ ગુરુવારે રાતે બિલ્ડર કમ ફાઇનાન્સર યશવંતસિંહ શંકરસિંહ ચૌહાણ રહે. બરાનપુરાની ધરપકડ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ પૂરા થતાં પોલીસે યશવંતસિંહને ર્કોટમાં રજૂ કરતાં જેલમાં મોકલી આપવાનો આદેશ થયો હતો.

કારેલીબાગના વલ્લભનગરમાં આવેલું એનઆરઆઇ મહિ‌લા જશોદાબહેનનું મકાન પડાવી લેવા માટે બોગસ બાનાખત થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં યશવંતસિંહ ચૌહાણ, તેનો પુત્ર સોનુ સહિ‌ત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. માંજલપુરના કેસમાં રિમાન્ડ બાદ જેલમાં રહેલા બિલ્ડર કમ ફાઇનાન્સર યશવંતસિંહ ચૌહાણનો કારેલીબાગ પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછતાછ હાથ ધરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.