તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન કેસમાં બિલ્ડર યશવંતસિંહ ચૌહાણને ચાર દિવસના રિમાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-યશવંતસિંહ તપાસમાં સહકાર આપતા ન હોવાની દલીલ
-ફરિયાદ નોંધાયાના ૧૦ મહિ‌ના બાદ આખરે બિલ્ડર યશવંતસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી

માંજલપુરની જમીનના દસ્તાવેજોમાં માલિકની ખોટી સહીઓ કરી ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાયાના ૧૦ મહિ‌ના બાદ આખરે બિલ્ડર યશવંતસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી. જેને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ર્કોટે ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. આ સમયે કોર્ટમાં પોલીસે કરેલા સોગંદનામામાં યશવંતસિંહ પોલીસને તપાસમાં સહકાર નથી આપતો તેમ જણાવ્યું હતું.

માંજલપુરમાં રહેતા બાબુભાઇ સોમાભાઇ મકવાણાએ તા.૨પ-૧૨-૧૨ના રોજ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા સોમાભાઇનું તા.૨૯-૧૧-૮૮ના રોજ અવસાન થયું હતું. તેમની માલિકીની માંજલપુરમાં આવેલી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માટે કિરણ નરેન્દ્રભાઇ દેસાઇ તેમની માતા રમાબેન દેસાઇએ બોગસ સહીઓ કરી મળતિયાને સાક્ષી તરીકે દર્શાવી વેચાણ કરાર બનાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી હતી.આ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેના ૧૦ માસ બાદ ગુરુવારે રાતે બિલ્ડર કમ ફાઇનાન્સર યશવંતસિંહ શંકરસિંહ ચૌહાણ રહે. બરાનપુરાની માંજલપુર પી.આઈ. મુનાફખાન પઠાણે ધરપકડ કરી હતી. જેને આજે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.