સ્ટેટ બેંકમાં સર્વર ડાઉન થતાં કામગીરી અટવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાખાઓમાં ગુરુવારે બપોર બાદ અચાનક સર્વર ડાઉન થતાં બેકિંગ કામગીરી અટવાઇ હતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શહેરભરની શાખાઓમાં ગુરુવારે બપોર બાદ અચાનક સર્વર ડાઉન થતાં બેકિંગ કામગીરી અટવાઇ હતી. એટલું જ નહીં એ.ટી.એમ.માંથી પણ નાણાં ઉપાડવાની તેમજ બેલેન્સ જાણવાની કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.શુક્રવારે બપોરે બે વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શહેરભરમાં આવેલી શાખાઓમાં ઓનલાઇન બેંકિંગ કામગીરી કરતું સર્વર અચાનક ડાઉન(ધીમું પડયું) થયું હતું.

જેથી બેંકોમાં નાણાં જમા કરાવવાની, ડ્રાફ્ટ કઢાવવાની, નાણાં ટ્રાન્સફર કરવાની, પાસબુકમાં એન્ટ્રી કરાવવા સહિ‌તની કામગીરી અટવાઇ પડી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓમાં કામ કરતો સ્ટાફ સર્વર ડાઉન થવાને કારણે કમ્પ્યૂટર દ્વારા થતી કામગીરીની ઝડપ ઘટી જતાં હેરાન પરેશાન થયો હતો.સર્વર ડાઉન થવાને કારણે કામગીરી અટવાઇ પડતાં બેંકમાં કામકાજ માટે ગયેલા ગ્રાહકોને અડધો કલાક સુધી પ્રતિક્ષા કરવી પડી હતી.

તેમ છતાં ડાઉન થયેલા સર્વરને પુન: તેની ગતિમાં આવતા વિલંબ થવાથી ગ્રાહકોને પરત જવું પડયું હતું. આ ઉપરાંત સર્વર ડાઉન થવાની અસર એસ.બી.આઇ.ના એ.ટી.એમ. સેન્ટર પર પણ વર્તાઇ હતી. એ.ટી.એમ.માં બેલેન્સ જાણી શકાતું નહોતું તેમજ મિનિ સ્ટેટમેન્ટ નીકળી શકતું નહોતું. નાણાં ઉપાડવાની કામગીરી ધીમી ગતિએ થતી જોવા મળી હતી.