સુરસાગર તળાવમાંથી અજાણી વૃદ્ધાની લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની મધ્યમાં આવેલી સુરસાગર તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડન થતાં આ મહિલાને તળાવમાંથી બહાર કાઢી રાવપુરા પોલીસને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી એવી છે કે, સુરસાગર તળાવ હઠીલા હનુમાનજી મંદિર પાસે પાણીમાં આજે સવારે પોણા નવ કલાકે એક લાશ તરી રહી છે એવો સંદેશો શહેર ફાયરબ્રિગેડને સ્થાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં ફાયરબ્રિગેડ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. દરમ્યાન બનાવની જાણ રાવપુરા પોલીસે કરવામાં આવતા રાવપુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલા ૬૫ થી ૭૦ વર્ષની હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન મહિલાના મૃતદહેને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડીને પોલીસે તેનો વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.