મકરપુરા ડેપો પાસે રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાતા ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના મકરપુરા ડેપો પાસે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે.

બનાવની મળતી માહિતી એવી છે કે, મકરપુરા ડેપો પાસેની શિવશક્તિનગરમાં ગાયત્રીબેન ભૂપેન્દ્રભાઈ યાદવ રહે છે. સોમવારે બપોરે ત્રણ વાગ્યા પહેલાં આ પરિણીતાએ પોતાના ઘરે એકલી હતી ત્યારે ઉપરના માળે હૂકના ભાગે ઓઢળી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ તેના પતિ ભૂપેન્દ્રભાઈ યાદવ નોકરી પરથી બપોરના સમયે ઘરે જમવા માટે આવ્યો ત્યારે થઈ હતી. બનાવને પગલે તે ચોંકી ઉઠ્યો હતો. તેણે આ અંગેની જાણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.