વડોદરા: મહિલાએ લોહીથી લથપથ યુવકને દવાખાને પહોંચાડ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મહિલા અને ઘાયલ યુવક જોઇ શકાય છે)
- મહિલાએ લોહીથી લથપથ યુવકને દવાખાને પહોંચાડ્યો
- વડોદરા એટલે જ સંસ્કારીનગરી કહેવાય છે : આર્મીએ પણ બાળકોને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા
વડોદરા: આજવારોડ ખાતે રહેતા 30 વર્ષીય મનિષ હિંમતલાલ ભાલિયા મકરપુરા જીઆઇડીસીમાં ફિટર તરીકે નોકરી કરે છે. તેઓ જ્યારે નોકરીથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ડીસીબી ઓફિસ પાસેના ટોળામાં રહેલ એક વ્યક્તિએ તેની ફેંટ પકડી તેને ચાલુ બાઇકે નીચે પાડી દીધો હતો. બસ ગણતરીની સેકંડોમાં અન્ય લોકો પણ તેની પાસે આવી તેને ઢોરમાર મારતા બેભાન થઈ પડ્યો હતો ત્યારે ત્યાંની સ્થાનિક મહિલા ઉષાબેન પટેલે તેને લોહીલુહાણ હાલતમાં જોતાં તેની પાસે પહોંચી જઇ અન્ય લોકો પાસેથી કપડું માંગી તેના માથા પર મૂક્યું હતું. તેને તુરંત સારવાર માટે તેણે રિક્ષામાં બેસાડી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં તેની હાલત સુધારા પર છે.

નાગરિક ધર્મ બજાવ્યો
મને ખબર પણ ન હતી કે તે કોણ છે. મેં તેને બેભાન હાલતમાં જોયો ત્યારે જ મેં અન્યોને બૂમ પાડી તેની મદદ કરવા જણાવ્યું. હું તેના માથે કપડું બાંધી અન્ય એક વ્યક્તિની મદદ લઈ તેને સારવાર માટે લઈ આવી હતી. મે નાગિરક ધર્મ બજાવ્યો છે. - ઉષાબેન પટેલ
વાંચો આગળ, આર્મીએ નાના ભુલકાઓને ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા.....