• Gujarati News
  • Without Permission Of The Chairman And The VSE. D Will Be Found

પરવાનગી વગર VSEના ચેરમેન તથા એમ.ડીને નહીં મળી શકાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વીએસઇના નવા એમ.ડી જી.એસ.રાવે ચાર્જ સંભાળ્યો
- બોર્ડના હાજર ડાયરેકટર સાથે ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરી


વડોદરા સ્ટોક એક્સચેન્જ લીમીટેડ (વીએસઇ)માં આજે સેબી દ્વારા નિમાયેલા ગરીમલ્લા સોમેશ્વર રાવ (જી.એસ.રાવે) સત્તાવાર રીતે વીએસઇના એમ.ડી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

વીએસઇના નવા એમ.ડી તરીકે હૈદરાબાદ સ્ટોક એક્સચેન્જમાં ફરજ બજાવી ચૂકેલા ગરીમલ્લા સોમેશ્વર રાવ (જી.એસ.રાવ)ની એમ.ડી તરીકે નિમણૂંક કરી હતી. જી.એસ.રાવે આજે વીએસઇમાં સવારે ૧૦.૩૦ વાગે સત્તાવાર રીતે એમ.ડી તરીકેનો ચાર્જ લીધો હતો. એમ.ડી તરીકે ચાર્જ ગ્રહણ કર્યો તે વેળાએ વીએસઇના ચાર્જ લીધા બાદ એમ.ડી જી.એસ.રાવ તથા ઇન્ચાર્જ ચેરમેન મુકુંદ શાહે ૧૬મીએ વીએસઇની માન્યતા અંગે યોજાનાર ઇજીએમ અંગે બોર્ડ ના હાજર ડાયરેકટર સાથે ચર્ચા કરીને રણનીતી તૈયાર કરી હતી.

વીએસઇના એમ.ડીએ ચાર્જ લીધા બાદ વીએસઇના ઇન્ચાર્જ ચેરમેન મુકુંદ શાહે જણાવ્યું હતું કે, આજથી વીએસઇમાં શિસ્ત માટેનો કેટલાક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે બ્રોકરો સહિ‌ત વીઝીટરોએ એમ.ડી તથા ચેરમેનને મળવા આવતાં પહેલા સમય તથા પરવાનગી લઇને આવવું પડશે. બ્રોકરો તેમની સમસ્યા અંગે પણ રીસેપ્સન પર જાણ કરીને મુલાકાતનો સમય લઇ શકશે. આવનાર દિવસોમાં બોર્ડ ડાયરેકટર સાથે ચર્ચા કરીને બીજા અન્ય પરિવર્તનનો કરવામાં આવશે.