તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં વૈભવી કારમાં દારૂની હેરાફેરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુમાડ ચોકડી પાસેથી ૨.૨૦ લાખનાં દારૂ-બિયર ભરેલી સ્કોડા કાર પકડાઇ

હાઇવે પર ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે પોલીસે પીછો કરી રૂ. ૨.૨૦ લાખની વિદેશી દારૂ અને બિયર ભરેલી સ્કોડા કાર પકડી પાડી હતી. જો કે કારચાલક અને અન્ય એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

બનાવની વિગતો અનુસાર મંગળવારે રાતે ફતેગંજ પોલીસની પીસીઆરવાન હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાતે સવાર એક વાગે ગોલ્ડન ચોકડી તરફથી આવતી શંકાસ્પદ સ્કોડા કારનો પોલીસે પીછો કર્યો હતો.

દરમિયાન પોલીસને જોઇ ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે આવેલી જય ભવાની હોટલ પાસે કાર મૂકીને તેમાંથી ઉતરી બે શખ્સો ફરાર થઇ ગયા હતા. આ બે પૈકીનો એક પ્રદીપ ઠકકર ઉર્ફે જાડિયો હોવાનું સપાટી પર આવ્યું હતું. પોલીસે રેઢી છોડી દેવાયેલી કારમાં તપાસ કરતાં વિદેશી દારૂના કવાર્ટરિયાં નંગ ૧૯૨ અને બિયરના નંગ ૧૨૧૨ મળી કુલ ૨.૨૦ લાખનો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિ‌ત કુલ ૭.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના નંબર આધારે તપાસ હાથ ધરી છે.