તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વામિત્રી નદી ઉપર સમાથી હરણીને જોડતો બ્રિજ બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-નવા બાંધકામના કારણે વસતીમાં વધારો થતાં લેવાયેલો નિર્ણય
-૧૮ કરોડના ખર્ચાની ભલામણસહ ડીપીઆર તૈયાર કરાયો
-૨પ મીટર પહોળાઇના બ્રિજથી સમા હરણી જોડે લિંક થશે

શહેરના સમા થી હરણી વિસ્તારને જોડતી રોડલાઇન અને વિશ્વામિત્રી નદી ઉપર ૧૮ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની ભલામણ કરતો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે અને તેની જાણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.શહેરના સમા વિસ્તાર અને હરણી વિસ્તારમાં નવા બાંધકામના કારણે નવી વસતી વધી રહી છે.

ખાસ કરીને સમાથી હરણી તરફ જવાનો માર્ગ પણ રહેણાંક બની ગયો છે અને સમાથી હરણી તરફ જવાના માર્ગે વિશ્વામિત્રી નદી આવે છે. સમાથી હરણી વિસ્તારને જોડતા ૩૦ મીટર પહોળાઇના રસ્તા ઉપર વિશ્વામિત્રી નદીના જંકશન ઉપર ટ્રાફિકની અવરજવર માટે ૨પ.પ૨ મીટરની પહોળાઇના બ્રિજનું આયોજન કરવા માટે કન્સ્લ્ટન્ટે લીલી ઝંડી આપી હતી. જેમાં, સલાહકારે ૧૧ બાય ૨ મીટરનો કેરેજ વે, ૦.૩ બાય ૨ મીટરનું ક્રેશ બેરિયર, ૧.૧૬ બાય ૨ મીટરનો ફુટપાથ તેમજ ૦.૬ મીટરનો સેન્ટ્રલ વર્જ મળી કુલ ૨પ.પ૨ મીટરની પહોળાઇ સૂચવવામાં આવી હતી.

આ બ્રિજથી સમા વિસ્તારને હરણી વિસ્તારને જોડતી નવી લિંક ઊભી થશે પણ ભૂતકાળમાં આ ભલાામણને પરત કરવામાં આવી હતી. આ સંજોગોમાં, સમાથી હરણી તરફ જવા માટે નાગરિકોને સમા સાવલી રોડ થઇ હરણી તરફ જવા માટે લાંબો ફેરો મારવો ના પડે તે માટે ૧૮ કરોડ રૂપિયાનો ખર્ચો સૂચવતો ડીપીઆર તૈયાર કરીને મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે અને તેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે.