કોણ હશે વડોદરા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીના અનુગામી?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં (ઉપરથી ડાબે) સત્યજીતસિહ ગાયકવાડ, સમરજિતસિંહ ગાયકવાડ, નરેન્દ્ર રાવત, (નીચેથી ડાબે) બાળકૃષ્ણ શુક્લ, ડૉ.જ્યોતિ પંડ્યા)

વડોદરા:
વડોદરા લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મંગળવારે ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ વડોદરામાં આવી સંભવિત ઉમેદવાર અંગે અભિપ્રાય મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં સંભવિત દાવેદારોએ પોતાના જૂથની વ્યક્તિઓ મારફતે નિરીક્ષકો સમક્ષ પોતાના નામની રજૂઆતો કરાવવા ઉપરાંત બીજાને કાપવા નકારાત્મક રજૂઆતો કરાવી હતી. જેના પગલે નિરીક્ષકોએ સાફ શબ્દોમાં ઉમેદવાર તરીકે નવી અને કામ કરે તેવી વ્યક્તિનું નામ સૂચવવા જણાવતાં આગેવાનો છોભીલા પડી ગયા હતા. ત્યારે હવે વડોદરા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીના અનુગામી કોણ તે અંગે ચર્ચાનો શરૂ થઇ ગઈ છે અને કેટલાક નામો પણ ભાજપના પ્રદેશ નિરીક્ષકોને સૂચવવામાં આવ્યા છે. આ નામો પર ચર્ચા કર્યા બાદ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે
ભાજપના પ્રદેશ નિરીક્ષકો જયંતીભાઇ બારોટ, કૌશિક પટેલ અને ભાવનાબહેન દવે સમક્ષ ભાજપના ધારાસભ્યો, આગેવાનો-હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિપ્રાય આપવા બોલાવાયા હતા. અભિપ્રાય આપતી વેળા જે તે વિસ્તારમાંથી આવેલા લોકોએ તેમના વિસ્તારની વ્યક્તિનું નામ જ લોકસભાના સંભવિત ઉમેદવાર તરીકે રજૂ કર્યું હતું. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ સંભવિત દાવેદારોએ પોતાની વ્યક્તિઓ મારફતે યશોગાન તો કરાવ્યાં જ હતાં.સાથે અન્ય સંભવિત દાવેદારોની વિરુદ્ધમાં વિવિધ આક્ષેપો સાથે રજૂઆતો કરાવી હતી.

નિરીક્ષકોએ રજૂઆત કરનારા આગેવાનોને સંભળાવી દીધું હતું કે, નવું નામ લાવો. નવી અને કામ કરે તેવી વ્યક્તિનું નામ સૂચવો. નિરીક્ષકોનો ઇશારો શાનમાં સમજી ગયેલા આગેવાનોએ કંઇ બોલ્યા વગર ચાલતી પકડી હતી.
વડોદરા લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે કોના કોના નામ સૂચવવામાં આવ્યા, વાંચવા માટે ફોટો બદલતા જાવ.